Nawanagar Time
ગુજરાત જામનગર

ઓર્ડર ઓર્ડર !, હવે ચા-નાસ્તા માટે બહાર જવુ પડશે, જામનગરની કોર્ટમાં કેન્ટીન બંધ..

canteen-closure-in-jamnagar-court

ભારે જહેમત બાદ શરૂ કરેલ કોર્ટ કેન્ટીનને ફરી ગ્રહણ લાગ્યું: બંધ થતાં વકીલોએ ફરજિયાત ચા-નાસ્તા માટે બહાર જવું પડે છે

જામનગર:-જામનગર જિલ્લા કોર્ટ પરિસરમાં ફરી એક વખત કેન્ટીન બંધ થઇ ગઇ છે, કેન્ટીન બંધ થતાં વકિલોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેન્ટીન બંધ થઇ જતા વકીલો અગવડમાં ઉમેરો થયો છે.

જિલ્લા કોર્ટની કેન્ટીનને ગ્રહણ લાગ્યુ  તેમ વર્ષોથી બંધ હાલતમાં હતી. આ કેન્ટીન શરૂ કરવા માટે બાર એસો.ના પ્રમુખ દ્વારા વર્ષોની ભારે જહેમત બાદ કેન્ટીન શરૂ થઇ હતી પરંતુ ફરી એક વખત કેન્ટીન બંધ થઇ જતાં વકીલોને ફરજિયાત અન્ય કોર્ટ પરિસરથી બહાર ચા-નાસ્તા માટે જવું પડે છે. સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન અનુસાર કોર્ટ બિલ્ડીંગમાં વકિલોને તમામ વ્યવસ્થા  પાડવાની જોગવાઇ છે, પરંતુ જામનગર જિલ્લા કોર્ટમાં આમ પણ સવલતોનો અભાવ હોય એવામાં જિલ્લા કોર્ટ ફરી ચર્ચા શરૂ થઇ કેન્ટીન બંધ થઇ જતાં જૂનિયરો વકિલોમાં ભારે નારાજગી જોવા મળી છે. વર્ષોના લાંબા અંતરાય બાદ બાર એસો.ના પ્રમુખના પ્રયાસોથી બે વર્ષ અગાઉ કેન્ટીન શરૂઆત કરાવી હતી. વકિલોના હિતને ઘ્યાનમાં રાખી  કેન્ટીન ચાલુ રાખવી જોઇએ, એવું મંતવ્ય છે હાલ પાણીની તંગી સર્વવ્યાપી છે. આથી પાણીના અભાવે પણ કેન્ટીન બંધ હાલતમાં છે કે કેમ? ઉપરાંત કોર્ટ કેમ્પસના સૂત્રો જણાવે છે કે કેન્ટીનામાં રોકાણ મુજબની ઉપજ ન હોય, તેમજ આસપાસમાં અન્ય ચા-કોફીવાળા કાર્યરત હોય, આથી કેન્ટીન બંધ હોય કારણો કોઇપણ હોય પરંતુ  દરેક જિલ્લામાં વકિલ માટે કોર્ટમાં જ કેન્ટીન હોય છે, તો જામનગરમાં જ શા માટે નહી? તેવું પણ જામનગર બાર એસો.ના સભ્યો જણાવે છે. હાલ કોર્ટની કેન્ટીન બંધ હોય ફરજિયાત અમારે નાસ્તા માટે બહાર જવું પડે છે, જેનાથી વકિલોનો સમય બગડે છે. અહીં કેન્ટીન હોય તો પુરતાપ્રમાણમાં સમયપણ રહે છે.  બંધ હાલતમાં કેન્ટીન શરૂ થાય તેવું સભ્યો ઇચ્છી રહ્યા છે.

Related posts

કાલથી સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ

Nawanagar Time

જામનગર GIDC ના મેનેજર દર્શન ઠક્કર ભૂમાફિયાની ભૂમિકામાં: ઉદ્યોગકારો લાલઘૂમ

Nawanagar Time

ઘાંચીવાડમાં સાત હજાર ઘરોને સર્વે કરી 30 હજાર જેટલા લોકોની આરોગ્ય ચકાસણી

Nawanagar Time

Leave a Comment