Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની જિલ્લા કોર્ટમાં કેન્ટિનની પુન: શરૂઆત

cantins-resumption-of-jamnagar-district-court

કોર્ટ કેમ્પસમાં ફરી કેન્ટિન શરૂ થતાં વકિલ મંડળના સભ્યોમાં આનંદની લાગણી

જામનગર:-જામનગર  કોર્ટ કેમ્પસમાં ઘણા લાંબા સમયથી કેન્ટીન બંધ હાલતમાં હતી. કોર્ટ બિલ્ડીંગમાં આવેલ કેન્ટીંન બંધ હોવાથી એડવોકેટને ઘણી મૂશ્કેલીનો સામનો કરવો પડતો હોય, કોર્ટની બહાર ચા-નાસ્તા માટે જવું પડતું હોય આથી ફરી આ કેન્ટીનને જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવાએ અંગત રસ લઇ ફરી શરૂ કરી છે.

જામનગર જિલ્લા કોર્ટમાં  સવારે સીવીલ કોર્ટ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર ખાતે આવેલ કેન્ટીનનું ઓપનીંગ કરાયું હતું. જેમાં બહોળા પ્રમાણમાં ન્યાયાધિશ અને જામનગર બાર એસોના સભ્યો, સિનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.

વકિલ મંડળના તમામ સભ્યોના હિતને ઘ્યાનમાં રાખીને આ કેન્ટીનની શરૂઆત કરવામાં આવી છે. આ તકે ડીસ્ટ્રીક જજ બી.એમ.વ્યાસ , કાનુની સેવા સત્તામંડળના પી.બી.  તેમજ જીલ્લા સરકારી વકિલ જમનકુમાર ભંડેરી, જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતસુવા, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી મનોજ ઝવેરી, જો. સેક્રેટરી જાગૃતિબેન જોગડીયા, લા. સેક્રેટરી મીલન કનખરા, ખજાનચી. અસરફ અલી ઘોરી સહિતના બાર એસો.ના સભ્યો અને બહોળા પ્રમાણમાં ન્યાયાધિશ અને વકિલો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગરમાં દાઢ કઢાવવામાં ત્રણ મહિનાનું વેઈટીંગ!!

Nawanagar Time

યાયાવર પક્ષીઓને લઈ જામનગરમાં બર્ડ ફલૂ હાઈ ઍલર્ટ

Nawanagar Time

જોડિયાના ડોબર વિસ્તારમાં સુવિધા વગર બદતર જિંદગી જીવતો જત સમાજ

Nawanagar Time

Leave a Comment