Nawanagar Time
ઇન્ટરનેશનલ

આર્થિક સંકટ પછી મૂડીવાદ જોખમમાં: રઘુરામ રાજન

capitalism-in-danger-after-economic-crisis-raghuram-rajan

આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું- બધાને સમાન તક નથી મળતી, સામાજિક અસમાનતા દૂર કરવી પડશે

લંડન:-ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે હાલના સમયમાં મૂડીવાદ ગંભીર જોખમમાં છે. 2008ની વૈશ્વિક મંદી પછી આર્થિક અને રાજકીય વ્યવસ્થા લોકોને  તક ઉપલબ્ધ કરાવી શકતી નથી. દુનિયાભરની સરકારો સામાજિક અસમાનતાને અવગણી શકે નહીં. તેમણે તેને દૂર કરવા ધ્યાન આપવું પડશે. રાજને ઉમેર્યું કે મૂડીવાદ એટલા માટે જોખમમાં છે કે અનેક લોકોને અવસર મળતા નથી. જ્યારે આવું થાય ત્યારે મૂડીવાદ સામે વિદ્રોહ ઊભો થઈ જાય છે.

રાજનને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર  દાવેદાર માનવામાં આવે: સંસાધનોનું સંતુલન જરૂરી છે. તમે તમારી રીતે કશુ પસંદ કરી શકતા નથી. લોકોને અવસર મળે તે માટેના પ્રયાસ થવા જોઈએ. અગાઉ મામૂલી શિક્ષણ મેળવનાર મધ્યમ વર્ગની વ્યક્તિને પણ નોકરી મળી શકતી હતી પરંતુ 2008ની વૈશ્વિક આર્થિક મંદી પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જો તમારે સફળતા મેળવવી  તો હકીકતમાં સારા શિક્ષણની જરૂર છે.

પરંતુ અવસરમાં અસમાનતાને કારણે સમાજના જે વર્ગને અસર થઈ છે તે પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવામાં અસમર્થ થઈ ગયો છે. આ કારણે ગુનાખોરીમાં પણ વધારો થઈ ગયો છે. આ સાથે જ તેઓ વૈશ્વિક અર્થતંત્ર માટે પોતાની જાતને તૈયાર કરી શકતા નથી. રઘુરામ રાજનને  ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર પદના દાવેદાર માનવામાં આવે છે. હાલમાં માર્ક કાર્ની બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર પદે છે.

Related posts

11 વર્ષ બાદ ફરી આવ્યો રહે છે…અવતાર: જૂઓ ‘અવતાર-2’ની ઝલક

Nawanagar Time

પેસેન્જર પ્લેન તોડી પાડ્યાનો ઈરાનનો સ્વીકાર

Nawanagar Time

IPL-13ના આયોજન માટે UAEએ આપ્યો પ્રસ્તાવ

Nawanagar Time

Leave a Comment