Nawanagar Time
ગુજરાત જામનગર

આચારસંહિતાને પગલે રોકડ વ્યવહાર બંધ: 40 ટકા આંગડિયાના શટર ડાઉન

cash-transaction-discontinued-following-the-code-of-conduct-40-shutter-down-of-anguilla

રાજયમાં દૈનિક 500 કરોડનો રોકડ વ્યવહાર: ટેલીફોનથી હવાલાના વ્યવહાર ચાલુ: એક લાખે એક હજારનું તગડુ કમિશન

જામનગર:-લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણીની આચરસંહિતાના કડક અમલને પગલે ગુજરાતની 40 ટકા આંગડિયા પેઢીઓના શટર પડી ગયા છે. કારણ કે તમામ મુખ્ય માર્ગો પર પોલીસની ચેકપોસ્ટ અને સ્ટેટેસ્ટીક  સ્કોર્ડના આટાફેરાથી આંગડિયા   આચારસંહિતાની સમય મર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલ પૂરતો કારોબાર સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.

જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત અને મોરબી જેવા ઉદ્યોગના વડા મથકમાં રોજીંદી રોકડની મોટાપાયે હેરફેર આંગડિયા મારફતે જ કરવામાં આવતી હોય છે. પરંતુ આચારસંહિતના કડક અમલવારીને કારણે સઘન ચેકિંગ શરૂ થતાં જ ઉપરોકત તમામ  રોકડ વ્યવહારો પર લગામ લાગી ગઇ છે ખાસ કરીને આઇપીએલના સટ્ટાની મોસમ પુરબહારમાં છે ત્યારે સટ્ટોડિયાઓને પણ રોકડ વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે એ જ રીતે રોકડનો મોટો વ્યવહાર જ્યાં થાય છે તેવાં માર્કેટીંગ યાર્ડમાં પણ એકથી બીજા શહેર નાણાં મોકલવા વિશ્ર્વાસુ લોકોની ટીમની મદદ લઇ અવનવા કિમીયા અજમાવી  હેરફેર કરવામાં આવી રહી છે.

બીજી તરફ આંગડિયા પેઢીઓના ટપોટપ શટર પડતાં રોકડિયો વેપાર ઠપ થયો છે. ગુજરાતમાં દૈનિક રૂા. 40થી 50 કરોડનો વેપાર અટકી ગયો છે. મુંબઈ-ગુજરાતના સૌથી વધુ હવાલા પડતાં હતાં પણ મુંબઈમાં આંગડિયા પેઢી બંધ તેની મોટી અસર ગુજરાતને થઈ રહી છે. ગુજરાત આંગડિયા પેઢીમાં દરરોજ  કરોડના હવાલા ટેલીફોન ઉપર પાડવામાં આવતા હોય છે. જેમાં મોટાભાગના હવાલા મુંબઈ તથા દિલ્હીમાં પાડવામાં આવતા હોય છે. આંગડિયા પેઢીમાં રોકડિયા વેપારીઓ, ઉપરાંત શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગના હિસાબો, કિક્રેટના સટ્ટાના હવાલા પાડવામાં આવતા હોય છે.

હવાલાના ભાવ પાંચ ગણા

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાને લીધે રૂા.1 લાખના હવાલાના એક હજાર વસૂલી રહ્યા છે. ચૂંટણી પહેલા આંગડિયા પેઢી દ્વારા લાખ રૂપિયાના બસો રૂપિયા લેતા હતાં. એમાંય નાણાં આંગડિયાની ઓફિસ લેવા જવાનું કહેવામાં આવતુ હોય છે. સામાન્ય દિવસોમાં આંગડિયા પેઢી દ્વારા હવાલાના નાણાં પહોંચાડવામાં આવતા હતા.

રાજ્યમાં 75 ટકા ચૂકવણાં હવાલા મારફતે

મુંબઈ હબ હોવાથી હવાલાની ખૂટતી રકમ ગુજરાતના આંગડિયા પેઢી મોબાઈલ ઉપર મગાવતા હોય છે. આ નાણાં બીજા દિવસે મુંબઈમાં પરત હવાલાથી આપવામાં આવતી હોય છે. ગુજરાતમાં જેટલી આંગડિયા પેઢીઓ આવેલા છે તેમાં 75 ટકા આંગડિયા પેઢીમાં હવાલાનું કામકાજ ચાલી રહ્યુ છે. જયારે 25 ટકા આંગડિયા પેઢીમાં પાર્સલ સહિત પહોંચાડવાનું કામકાજ હોય છે. અમદાવાદ, સુરત, ભાવનગરમાં હીરાના વેપારીઓ દ્વારા રોકડમાં મોટા વ્યવહાર કરતા હોય છે.

ઓફિસમાં રોકડ રાખવાનું બંધ

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો અમલ થતાં પોલીસે આંગડિયાની ઓફિસની બહાર વોચ ગોઠવીને કર્મીઓને પકડવાનું ચાલુ કર્યું છે. જેના લીધે ગુજરાત અને મુંબઈ આંગડિયા પેઢીએ ઓફિસમાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દીધું હતું. આંગડિયા પેઢી દ્વારા ખાનગીમાં હવાલાનું કામકાજ ચાલુ રાખ્યં છે. આ આંગડિયા પેઢી દ્વારા વાહનમાં અથવા નજીકમાં તેમના ઓળખીતાની ઓફિસમાં રોકડ રાખતા હોય છે. હવાલા માટે મોબાઈલ આવે તો વાહન પાસે જઈને અથવા જે ઓફિસમાં નાણાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી રોકડ રકમ આપવામાં આવતી હોય છે.

Related posts

જામનગરમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ: 17ના મોત

Nawanagar Time

‘ઉડતા જામનગર’ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રિપુટીને ઝડપી લેતી એસઓજી

Nawanagar Time

બહેનોને આત્મરક્ષણના પાઠ ભણાવતી હિન્દુ સેના

Nawanagar Time

Leave a Comment