Nawanagar Time
ગુજરાત જામનગર

આધાર પુરાવા વગર રોકડ રકમ જપ્ત થશે

cash-will-be-seized-without-support-evidence

લોકસભા ચૂંટણીને પગલે ફ્લાઈંગ-સ્ટેટેસ્ટિક સ્કવોડ મેદાને

જામનગર:-આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત મતદારોને લલચાવવા માટે રોકડ રકમ કે  વિતરણ લાંચ સમાન થતુ હોય છે તે અન્વયે જો કોઈ વ્યક્તિ લાંચ આપતા કે લેતા પકડાય તો તેને એક વર્ષની કેદ અને દંડની શિક્ષા કાયદા મુજબ કરવામા આવશે. ચૂટણી દરમ્યાન રોકડ રકમ, દારૂ(લીકર)ના વિતરણ ઉપર દેખ-રેખ રાખવા ફ્લાઈંગ સ્કવોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે.

આ અન્વયે  કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સંપૂર્ણપણે જાળવી શકાય તે માટે ચૂંટણી દરમ્યાન કોઈપણ મતદાન વિભાગમાં કોઈપણ વ્યક્તિ મોટી રકમ લઈને નિકળે તો તેમને તે ચોક્ક્સ રોકડ રકમનો ઉપયોગ અને સ્ત્રોત અંગેના દસ્તાવેજો જેવા કે, પાનકાર્ડ અને તેની નકલ, ધંધાકિય નોંધણી પ્રમાણપત્રની નકલ,  પાસબુક અથવા બેંક સ્ટેટમેન્ટની નકલ, રોજીંદા રોકડ વ્યવહારનો સમાવેશ થતો હોય તેવા કિસ્સામાં કેશ બુકની નકલ, રોકડ રકમના ઉપયોગ અંગેના પુરાવા જેમ કે લગ્નનું નિમંત્રણ કાર્ડ, હોસ્પીટલમાં દાખલ થયાનો આધાર પોતાની સાથે રાખવાના રહેશે અન્યથા ફલાઈંગ સ્કવોડ તરફથી રોકડ રકમને જપ્ત કરવામાં આવશે તેમ નોડલ ઓફીસર (એકસપેન્ડિચર) લોકસભા સામાન્ય  અને જિલ્લા વિકાસ અધિકારી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

‘ડેટા ચાલિત નેવી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ વિષય પર આઈએનએસ વાલસુરા દ્વારા વેબિનાર

Nawanagar Time

જામનગર જળ કટોકટી! અત્યારથી જ ટેન્કરરાજ

Nawanagar Time

જામનગરમાં કાર દિવાલમાં ઘૂસી ગઈ

Nawanagar Time

Leave a Comment