Nawanagar Time
નેશનલ

માર્ગ અકસ્માતમાં અઢી લાખ રૂપિયાની સારવાર કેશલેસ: મોદી સરકારની નવી યોજના

નવીદિલ્હી: સમગ્ર વિશ્ર્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ લોકો ભારતમાં મૃત્યુ પામે છે. દર વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટવાની સાથ ત્રણ લાખ લોકો દિવ્યાંગ બનતાં હોય, મોદી સરકાર દ્વારા અકસ્માતના કિસ્સામાં રૂા. અઢી લાખ સુધીની કેશલેસ સારવાર માટે નવી યોજના અમલી બનાવવા તૈયારી શરૂ કરી છે.

આપણા દેશમાં દર વર્ષે લગભગ પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે. આ દુનિયામાં સૌથી વધુ છે. આ ભયાનક આંકડાને જોતા સરકાર એક નવી સુવિધાની શરૂઆત કરવા જઈ રહી છે. આ હેઠળ સરકાર માર્ગ અકસ્માત પીડિતો માટે ટૂંક સમયમાં કેશલેસ સારવારન સુવિધા શરૂ કરશે. આ ઉપરાંત દરેક મામલામાં તેની લિમિટ 2.5 લાખ રૂપિયા રહેશે.

એટલે કે માર્ગ અકસ્માતમાં જે પીડિત હશે તેને 2.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર કરવામાં આવશે. આ સંબંધમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે રાજ્યોના પરિવહન સચિવને અને કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેશલેસ સારવાર યોજના માટે એક મોટર વાહન દુર્ઘટના નિધિ બનાવવામાં આવે.

આ સાથે જ માર્ગ દુર્ઘટના પીડિતોને કેશલેસ સારવાર આપવા માટે સંભવ હોય ત્યાં સુધી રાષ્ટ્રીય આરોગ્ય સત્તાના મજબૂત આઈટી માળખાનો ઉપયોગ કરવામાં આવશે. દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોના મોત થાય છે અને ત્રણ લાખ લોકો દિવ્યાંગ થઈ જાય છે.

Related posts

રાજયમાં ધોરણ-10ની પૂરક પરીક્ષાનાં આવેદન ફોર્મ ભરવાની મુદતમાં વધારો

Nawanagar Time

ગવર્નર ઉર્જિત પટેલ બાદ ડે. ગવર્નરે RBIને કહ્યું અલવિદા, આ છે કારણ

Nawanagar Time

અક્ષયે મુંબઇ પોલીસને કોરોનાનાં લક્ષણ પારખનારા 1000 રિસ્ટબેન્ડ આપ્યાં

Nawanagar Time