Nawanagar Time
ગુજરાત જામનગર

એટીએમ ફાયરીંગય કેસમાં વધુ એક હથિયાર કાઢી આપતો કાશ્મીરી સિકયુરિટી ગાર્ડ

cashmere-security-guard-which-removes-another-weapon-in-atm-firing-case

રીયલ સિકયુરીટી એજન્સીમાં મુબારક ઉપરાંત અન્ય ગાર્ડ પાસે પણ બોગસ હથિયાર લાઇસન્સ હોવાની શંકા: ત્રણ ગાર્ડ ભાગી છુટયા

જામનગર:- શહેરના લાલબંગલા નજીક આવેલ બેંક એટીએમમાં સિકયુરીટી ગાર્ડ દ્વારા અજાણતા થયેલા ફાયરીંગ પ્રકરણમાં પોલીસને અજાણતા જ મોટી સફળતા હાથ લાગી છે જેમાં જમ્મુ-કાશ્મીરના વતની સિકયુરીટી ગાર્ડે બોગસ હથિયાર લાઇસન્સના આધારે બોગસ હથિયાર સાથે નોકરી કરતો હોવાની કબુલાત બાદ વધુ એક હથિયાર કાઢી આપતાં ચકચાર મચી ગઇ છે. બીજી તરફ મુબારક નામનો ગાર્ડ પકડાયા બાદ રિયલ સિકયુરીટીમાં નોકરી કરતાં ત્રણ ગાર્ડ પણ ભાગી છુટતા રિયલ સિકયુરીટી એજન્સી શંકાના દાયરામાં આવી ગઇ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગર શહેરના લાલબંગલા પાસે આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં પૈસા ભરવા આવેલી સિકયુરીટી વેનમાં રહેલા ગાર્ડ મુબારક અહેમદથી અજાણતા ફાયરીંગ થતાં આ મામલે ગુન્હો નોંધાયો હતો. અને પોલીસ તપાસમાં સિકયુરીટી ગાર્ડની અટક કરી પુછપરછ કરતાં તે જમ્મુ કાશ્મીરનો વતની હોવાનો અને તેની પાસે રહેલું હથિયારનું લાયસન્સ બોગસ હોવાનું ખુલ્યું હતું. જે બાદ તેને બે દિવસના પોલીસ રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન મુબારકે ભાડાના મકાનના માળીયામાં વધુ એક હથિયાર છુપાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે પોલીસે સાત કારતુસ સાથે કબજે કર્યુ હતું. પોલીસ તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સિકયુરીટી ગાર્ડ મુબારક જે રીતે બોગસ લાયસન્સથી નોકરી કરતો હતો તેવી જ રીતે તેના વતનના અન્ય ત્રણ વ્યકિતઓ રીયલ સિકયુરીટી એજન્સીમાં નોકરી કરતા હતાં. જે આ બનાવ બન્યા બાદ ફરાર થઇ ગયા છે અને પોલીસે નાશી છુટેલા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

Related posts

વિદેશથી આવેલા વિદ્યાર્થી સહિત આઠ નાગરીકો પેઇડ કોરેન્ટાઇન

Nawanagar Time

ધ્રોલના ખારવામાં શ્રમિક યુવતીનો આપઘાત

Nawanagar Time

કમિશ્ર્નર બંગલામાં એસીમાં આગ લાગી

Nawanagar Time

Leave a Comment