Nawanagar Time
ટેક્નોલૉજી

સાવધાન જો તમે #10YearsChallenge પોસ્ટ શેર કરશો તો થશે આ મોટું નુકશાન…

caution-if-you-share-a-10yearschallenge-post-this-will-be-a-big-loss

ડિજિટલ ક્રાંતિના આ યુગમાં દુનિયા હાલ એવા સમયમાંથી પસાર થઈ રહી છે , જ્યાં કોઈ પણ ચેલેન્જ આપો રાતોરાત સફળ થઈ જાય છે. આવી જ એક ચેલેન્જે થોડા કેટલાક સમયમાં જોર પકડ્યુ હતુ જ્યા જુઓ ત્યા બસ આની જ ચર્ચા. #10YearsChallengeમાં લોકોએ ફક્ત ફેસબુક જ નહી પણ ઈન્સ્ટાગ્રામ સહિત બીજી સોશિયલ વેબસાઈટ પર પોતાના બે ફોટાઓ અપડેટ કરી રહ્યા હતા જેમા તેમનો હાલનો ફોટો અને 10 વર્ષ પહેલાનો ફોટો, આમતો આ વાત ખુબ મજેદાર લાગી રહી હતી.

પણ આ ચેલેન્જ પર દુનિયાના ટેકનોલોજી એક્સપર્ટે સવાલ ઉઠાવ્યો હતો. ટેકનોલોજી એક્સપર્ટ અનુસાર તમારા વર્તમાન ફોટાને કારણે ફેસિયલ રેકોગનાઈઝેશનની ચોરી થઈ શકે છે. સરળ ભાષામાં આને સમજીએ તો તમારો એ ડેટા ચોરી થઈ ગયો જે તમારી વસ્તુઓને સુરક્ષીત કરે છે. લગભગ 5.5 કરોડ યૂઝર્સ આ હેશટેગ સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાઓ પોસ્ટ કરી ચુક્યા છે.

તમને શુ થયુ નુકશાન?

આ વાતને સરળતાથી સમજીએ પહેલા પાસવર્ડ કે પિનથી તમે તમારી વસ્તુઓને સુરક્ષીત કરતા હતા, પછી આંગળીઓના નિશાન ચલણમાં આવ્યુ. હવે જે ટેકનોલોજી પર કામ થઈ રહ્યુ છે તે ફેસિયલ રેકોગ્નાઈઝેશન. મતલબ કે ફોનના લોકને ખોલવાથી લઈને પેમેન્ટ કરવા સુધી તમારો ચહેરો સ્કેન થાય છે. દાવો છે કે આ #10YearsChallengeના સહારાથી ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયાભરમાંથી મોટી મોટી સેલિબ્રીટીઝ, ઉદ્યોગપતિઓ અને સામાજીક લોકોએ આ ચેલેન્જમાં આગળ પડતો ભાગ ભજવ્યો.

આ ચેલેન્જ ફેસબુકના માધ્યમથી એવુ ફેલાયુ કે મોટા શહેરો તો છોડો નાના નાના ગામડાના લોકોએ પણ આમાં ભાગ લીધો. ટેકનોલોજી એક્સપર્ટ અનુસાર આ રીતે તમારો ડેટા ચોરી થયો.

કેવી રીતે થાય છે ડેટાનો ઉપયોગ?

આ અભિયાનના માધ્યમથી ઓર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ પર કામ કરનાર મશીનને કોઈ વ્યક્તિની એવી તસ્વીર મળી જાય જેમાં તેની પાસે 10 વર્ષનુ અંતર હોય તો આ મશીન માટે સમજવુ સરળ રહેશે કે 10 વર્ષમાં એ વ્યક્તિનો ચહેરો કેટલો અને કેવો બદલાયો? આ રીતે તમારો ડેટા સરળતાથી ચોરી કરી શકાય છે.

કોણે વિરોધ કર્યો?

લેખિકા કેટ ઓનીલે પોતાની પોસ્ટમાં આ સમગ્ર અભિયાનની પાછળ રહેલ ઇચ્છા પર સવાલ ઉઠાવ્યા. તેમનુ કહેવુ હતુ કે આ અભિયાનના નામ પર લોકોએ અજાણતા જ મોટી ટેકનોલોજી કંપનીઓને એક ખાસ પ્રકારનો ડેટા આપ્યો. કેટ ટેકનોલોજી ક્ષેત્રે લેખિકા તરીકે જાણીતું નામ છે.

એટલે જ્યારે તેમના દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવ્યા તેમની સાથે કેટલાક એક્સપર્ટ પણ જોડાઈ ગયા. કેટને લાગી રહ્યુ છે કે આ અભિયાન ફક્ત કોઈ ફોટાઓ શેર કરે એટલું જ નથી, પણ આની આડમાં મોટી ટેકનીકલ કંપનીઓ ખાસ પ્રકારનો ડેટા એકત્ર કરી રહી છે. આ અભિયાનથી સરળતાથી તેમના હાથ એવો ડેટા આવ્યો જેની મદદથી હવે તે કંઈ પણ કરી શકે છે.

આનાથી આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સના ક્ષેત્રે કામ કરનાર કંપનીઓ લોકોની પહેચાન થઈ શકે તેવુ સોફ્ટવેર વિકસીત કરી શકે છે, ફેસબુક પર ડેટા ચોરીના કેટલા આરોપ લાગી રહ્યા છે, જો કે આ મામલે ફેસબુકે કોઈ પણ પ્રકારનો ડેટા ચોરી ન કર્યો હોવાનો દાવો કર્યો છે.

Related posts

Instagram પર આવ્યું નવું ફીચર, હવે મોકલી શકશો તમે વોઇસ મેસેજ…

Nawanagar Time

ટૂંક સમયમાં યૂઝર્સ ફ્લાઇટમાં કોલિંગ અને ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકાશે

Nawanagar Time

ભારતમાં કુલ ઈન્ટરનેટ ઉપભોકતામાં 15 ટકા બાળકો !

Nawanagar Time

Leave a Comment