Nawanagar Time
ગુજરાત જામનગર

યાત્રાધામ દ્વારકા ઉપર સીસીટીવીની બાઝનજર

cctv-on-pilgrimage-dwarka

પ્રથમ તબકકે શહેરના મુખ્ય વિસ્તારોમાં 50 સીસીટીવી કેમેરા : ખંભાળિયામાં ખાસ તૈયાર થશે

જામનગર:-પવિત્ર યાત્રાધામ દ્વારકામાં સરકાર દ્વારા સીસીટીવી પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબકકે 50 કેમેરા ફિટ કરી સુરક્ષા વ્યવસ્થા ફિટ કરવા નિર્ણય લેવાયો છે અને ટુંક સમયમાં જ સીસીટીવી કેમેરાની બાઝનજર ચાલુ થઇ જશે. સરકાર દ્વારા ચાલી રહેલા સેફ એન્ડ સિક્યુર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લા અને  યાત્રાધામમાં જાહેર માર્ગો અને સ્થળો પર સીસીટીવી કેમેરાની ચાપતી નજર રાખવા કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દ્વારકામાં 50 અને વડુમથક ખંભાળિયામાં 55 સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. જેની કામગીરી હાલ જિલ્લામાં પુરજોશમાં ચાલી રહી છે અને નવનિર્માણ જિલ્લા પોલીસ ભવનમાં કમાન્ડ કંટ્રોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પ્રમાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ સીસીટીવી કેમેરા ફોર-કે કેમેરા હશે એટલે કે રસ્તા પરથી પસાર થતા તમામ વાહનોની નંબર પ્લેટ તેમાં આવી જશે. ગમે તેવા અંધારામાંથી વાહન પસાર થશે તો પણ નંબર પ્લેટ કેચઅપ થઇ જશે.જેથી શહેરમાં અકસ્માત કરી નાશી છુટતા વાહનો હવે  ઝપટમાં આવી જશે.

નવા પોલીસ ભવનમાં આ સીસીટીવી કેમેરાનું કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર થઇ રહ્યો છે. જ્યાં કોમ્પ્યુટર ડિસ્પ્લે રૂમ બનશે.અને તેના પરથી સીધા જ 45 પોલીસ કર્મીઓ સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ કરીને ટ્રાફિકનું પણ નિયંત્રણ કરી શકશે.

સીસીટીવી કેમેરામાં ટ્રાફિકનું નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો આબાદ ઝડપાઇ જશે. જેને સીધો  ઇ-મેમો ફટકારવા માટે કંટ્રોલ રૂમમાં ઇ-ચલણ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી વાહન ચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવશે.

દ્વારકા જિલ્લાનું વડુ મથક ખંભાળિયામાં સુમસામ અને સતત અવર જવર ધરાવતા રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન રોડ,આઇટીઆઇ કોલેજ, સલાયા ચોકડી મુખ્ય હાઇવે રોડ તેમજ રામનાથ મંદિર અને મેળાના ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે.જ્યારે  જગતમંદિર અને પરિસરમાં ફીટ કરવામાં આવશે.

Related posts

બેનામી ચોપાનિયાં કે ભીંતપત્રો સામે ચૂંટણી તંત્ર ઘોંસ બોલાવશે

Nawanagar Time

19 રેકડી કબ્જે કરતું એસ્ટેટ વિભાગ, આ વિસ્તાર થશે દબાણમુક્ત

Nawanagar Time

સુરજકરાડીમાં ટ્રક હડફેટ આવી ગયેલી વાછરડીનો જીવ બચાવતા જીવદયા પ્રેમીઓ

Nawanagar Time

Leave a Comment