Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ચાઈલ્ડ લાઈન દ્વારા બાળકો માટે ઉજવાયો પતંગોત્સવ

celebrated-kite-festival-for-children-through-jamnagar-child-line

જામનગર:-કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન (મુંબઈ) દ્વારા ચલાવવામાં આવતાં ચાઈલ્ડ લાઈન 1098 પ્રોજેકટ (જામનગર) ખાતે સ્વ. જે.વી. નારિયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ (જામનગર) અંતર્ગત ચલાવવામાં આવે છે. આ ચાઈલ્ડ લાઈન 1098 પ્રોજેકટએ મુસીબતમાં મૂકાયેલા બાળકો માટેની ર4 કલાક ઈમરજન્સી ટેલિફોન હેલ્પલાઈન સેવા છે.

જામનગર ચાઈલ્ડ લાઈન 1098 સેવાનો વધુ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય તે હેતુથી જામનગરમાં બાળકો માટે કાર્યરત જામનગર ચાઈલ્ડ લાઈન દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે બાળકો આનંદના હિલોળે આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી પૂરી શકે તે માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહાલક્ષ્મી સોસાયટી પાસેના રેલવેના પાટા પાસેના મજૂરના બાળકો તેમજ વુલન મીલ બાજુના અતિ પછાત જોગણી નગર વિસ્તારના બાળકો સાથે જામનગર ચાઈલ્ડ લાઈન દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરીબ બાળકોને  પતંગ તથા મમરાના લાડુ-ચીક્કીનું નિ:શુલ્ક વિતરણ કર્યા બાદ બાળકો સાથે પતંગ ઉત્સવનું આયોજન કરી બાળકોની ખુશીમાં વધારો કર્યો હતો. બાળકોએ પણ ભરપુર આનંદ લીધો હતો. જામનગર ચાઈલ્ડ લાઈનના આયોજનને લીધે બાળકો આનંદીત થઈ ગયાં હતાં. આ કાર્યને સ્થાનિક લોકોએ આવકાર્યો હતો.

આ પતંગોત્સવની સાથે નાના બાળકો તેમજ આ વિસ્તારના લોકોને ચાઈલ્ડ લાઈન સેવાની માહિતી દ્વારા સમજણ આપી હતી અને બાળકો માટે આ સેવાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રોજેકટ લીડર વિજયભાઈ સોજીત્રા હાજર રહ્યાં હતાં અને બાળકોની ખુશીમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ચાઈલ્ડ લાઈનની ટીમ-સ્ટાફે ભારે જહેમત લીધી હતી.

Related posts

ભાજપની બળવાખોર રાજનીતિ વચ્ચે પણ જામનગર જિ.પં.માં કોંગે્રસે સત્તા ટકાવી

Nawanagar Time

જામ્યુકોના પેન્શનરોને મોંઘવારી ભથ્થા ન ચૂકવાતા વિરોધ

Nawanagar Time

સચાણા ગામે પાણી નિકાલ બાબતે યુવતિ પર ચાર શખ્સોએ માર માર્યો

Nawanagar Time

Leave a Comment