Nawanagar Time
નેશનલ

દેશભરમાં 70માં ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી

દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદી: પહેલી વખત ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફૌજના સૈનિકો સામેલ થયા

નવીદિલ્હી:-સમગ્ર દેશ આજે 70મો ગણતંત્ર દિવસ સમારોહ મનાવી રહ્યો છે. રાજપથ પર ભવ્ય ગણતંત્ર દિવસના સમારોહમાં વિભિન્ન રાજ્યોની ઝાંખીઓ અને સૈન્ય દળ પોતાના પરાક્રમને પ્રદર્શન કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે કારણ કે આજે આઝાદ હિન્દ ફૌજના સૈનિકો સૌ પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થયા હતા.

દિલ્હી ખાતે રાજપથ પર આજે ગણતંત્ર દિવસની પરેડમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાના અતિથિ વિશેષ પદે ગણતંત્ર દિવસ સમારોહ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ વડાપ્રધાન અને ત્રણેય સેનાઓના પ્રમુખ અમર જવાન જ્યોતિ પર પહોંચીને દેશ માટે શહીદી વહોરનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ગણતંત્ર દિવસ પરેડ જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.26 જાન્યુઆરીએ એકવાર ફરી દિલ્હીના રાજપથથી ભારત વિશ્વને પોતાની તાકાત દેખાડી છે, 90 મિનિટની આ પરેડમાં ભારત પોતાની તમામ આધુનિક હથિયાર વિશ્વને દેખાડયા હતા.

celebration-of-the-countrys-70th-republic-day-celebration
celebration-of-the-countrys-70th-republic-day-celebration

70મા ગણતંત્ર દિવસે રાજપથ પર એક નવો ઇતિહાસ રચાયો હતો પહેલી વખત ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફૌજના સૈનિકો સામેલ થય હતા આઝાદીના 71 વર્ષ બાદ આઝાદ હિંદ ફૌજને આ સમ્માન આપવામાં આવ્યું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફૌજે બ્રિટેનના સમ્રાટ વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોસના વીર સૈનિક પરેડમાં જોડાયા હતા.આ વખતના ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર પહેલી વખત એમ777 એ ટૂ અલ્ટ્રા લાઇટ હોઇટસર તોપ જોવા મળી હતી સરફેસ માઇન ક્લીયરિંગ સિસ્ટમ, ઊં9 વજ્ર ટેન્ક અને ઓછી રેન્જની ભૂમિ પરથી હવામાં માર કરી શકે તેવી મિસાઇલો સાથે અર્જુન આર્મ રિપેયર વ્હીકલ પણ આ વખતની પરેડનો હિસ્સો બન્યા હતા અને. હથિયારોની તાકાત દેખાડ્યા બાદ ત્રણેય સેનાના જવાન પોતાનું શૌર્ય દેખાડ્યું હતું. આ વખતે પરેડમાં 16 માર્ચિંગ ગ્રુપો સામેલ થયા હતા જેમાં સૈના, અર્ધ સૈનિક દળ, દિલ્હી પોલીસ અને એનસીસીના જવાન પણ સામેલ થયા હતા.

આ વખતે પણ ગણતંત્ર દિવસના અવસર પર અલગ અલગ રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ દેખાડવામાં આવી હતી ઝાંખીઓની થીમ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી હતા. તમામ ઝાંખીઓને તે રીતે બનાવવામાં આવી હતી જેમાં મહાત્મા ગાંધીના જીવન, તેમના આદર્શ અને તેમના સંદેશાઓની ઝલક જોવા મળી હતી આ વખતે પણ ગણતંત્ર દિવસના અવસર પર અલગ અલગ રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ દેખાડવામાં આવશે. આ વખતે ઝાંખીઓની થીમ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી છે. તમામ ઝાંખીઓને તે રીતે બનાવવામાં આવી છે, જેમાં મહાત્મા ગાંધીના જીવન, તેમના આદર્શ અને તેમના સંદેશાઓની ઝલક જોવાગણતંત્રી દિવસ પરેડને ધ્યાનમાં રાખતા રાજપથથી લઇને લાલકિલ્લા સુધીના 8 કિલોમીટરના પરેડ માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં મહિલા કમાંડો, અચૂક પ્રહાર કરનાર ચાલતી ફરતી ટીમો, વિમાનવિરોધી તોપો અને અચૂક નિશાનેબાજો તૈનાત કરવામાં આવ્યા હતા અને આકાશમાંથી સુરક્ષિત રાખવા માટે વિમાન વિરોધી તોપોની તૈનાતી સહિત વ્યાપક ઉપાય કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મધ્ય દિલ્હીમાં સામરિક રૂપથી મહત્વપૂર્ણ સ્થાનો પર લગભગ 25,000 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા.

Related posts

શુ એર સ્ટ્રાઇકના કારણે 2019ની લોકસભા ચૂંટણીનો શિડ્યુલ બદલાશે?

Nawanagar Time

રાજ્યસભાની ચૂંટણીમાં અલગ અલગ મતદાન મામલે ચૂંટણીપંચને નોટિસ

Nawanagar Time

ટ્રેનમાં મુસાફરી કરવી છે? ચિંતા ન કરો હવેથી મળશે કન્ફર્મ ટિકિટ

Nawanagar Time

Leave a Comment