Nawanagar Time
ગુજરાત જામનગર

પરિવર્તન ! જૂનથી ધો. 1 થી 12ના પાઠયપુસ્તકો બદલાશે

change-std-from-june-textbooks-from-1-to-12-will-change

ધો. 9 થી 12 અને ધો. 2, 4, 6ના મળી કુલ 37, પુસ્તકો બદલાશે: 229 પુસ્તકો બદલાશે

અંગ્રેજી માઘ્યમમાં ધો. 1 થી 12માં 54 પુસ્તકોમાં થશે ફેરફાર : નવા સત્રથી થશે અમલવારી

જામનગર:-આગામી સત્રથી સરકાર દ્વારા ધો. 1 થી 12 ના પાઠયપુસ્તકો બદલાવવા તૈયારી કરી લેવાઇ છે. એન.સી.ઇ.આર.ટી. નો અભ્યાસક્રમ અમલી બનાવવા માટે ધો. 1 થી લઇ 12 સુધીના તમામ  બદલાવવામાં આવશે. પરિણામ સ્વરૂપ વર્તમાન સમયમાં ચાલતા પાઠયપુસ્તકો પસ્તી બની જશે.

ગુજરાતની સ્કૂલોમાં એનસીઇઆરટીનો અભ્યાસક્રમ ક્રમશ: લાગુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી વર્ષ 2019ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ. 1 થી 12 ના તમામ માઘ્યમોમાં 229 જેટલી ચોપડીઓ બદલાશે તેવુ શિક્ષણ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાત માઘ્મમા ધોરણ  થી 12 અને 2, 4 અને 6ના મળીને કુલ 37 પુસ્તકો બદલાશે. જયારે અંગ્રેજી માઘ્યમમાં ધોારણ 1 થી 12ના 54 જેટલાં પાઠયપુસ્તકો નવા લાગુ કરાશે. નેશનલ લેવલે લેવાતી પરીક્ષાઓનો અભ્યાસક્રમ એનસીઇઆરટીના પાઠયપુસ્તકોમાંથી જ પસંદ કરવામાં આવતો હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. ગુજરાત બોર્ડમાં પણ એનસીઆરટીના પુસ્તકો ભણાવવા માટે  લેવાયો હતો. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, મરાઠી અને સંસ્કૃત માધ્યમના મળીને કુલ 229 પુસ્તકોમાં ફેરફાર થશે. અંગ્રેજી માધ્યમમાં 54 પુસ્તકો, હિન્દી માધ્યમમાં 66, ગુજરાતી માધ્યમમાં 37, ઉર્દુ માધ્યમમાં 23, મરાઠી માધ્યમના 21 તથા સંસ્કૃત માધ્યમના 23 પુસ્તકો બદલાશે.

મહત્વનું છે કે, ગણિત, વિજ્ઞાન, બાયોલાજી, ફિઝિકસ, કેમેસ્ટ્રી, સામાજીક વિજ્ઞાન,  સહિતના મોટાભાગની વિષયોની ચોપડી સીધી એનસીઇઆરટીની ભાષાંતર કરીને અમલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પ્રથમ તો તમામ પુસ્તકો શિક્ષકો પાસે લખાવવાનો નિર્ણય કર્યો હતો. તેના આધારે વિષય નિષ્ણાંત શિક્ષકોની પસંદગી પણ કરવામાં આવી હતી.

પરંતુ બાદમાં એનસીઇઆરટીના પુસ્તકોનુ સીધું ભાષાંતર કરવાનો નિર્ણય લેવાયો હતો.

Related posts

જામનગર એલસીબીનો સપાટો 336 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો

Nawanagar Time

સમર્પણ હોસ્પિટલમાં નર્સની બેદરકારીથી બાળકનું મોત: તોડફોડ

Nawanagar Time

કાલાવડ નજીક કારે રિક્ષાને ઠોકર મારતા યુવાનનું મોત અને સસોઇ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

Nawanagar Time

Leave a Comment