Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના પીજીવીસીએલના ચાર એન્જીનીયરને ચાર્જશીટ

chargesheet-of-four-engineer-of-pgvcl-of-jamnagar

ટ્રાન્સફોર્મર ચોરી પ્રકરણમાં ઘાત ટળી ગયાનો હજુ તો હાશકારો લીધો હતો ત્યાં કોર્પોરેટ ઓફીસનો પલટવાર: હજુ વધુ એક ગેરરીતીના પણ ભણકારા

જામનગર:-જામનગર પીજીવીસીએલના ચાર ડેપ્યુટી એન્જી.ને વડી કચેરીએ ચાર્જશીટ ફટકાર્યા છે બહુ ગાજેલા ટ્રાન્સફોર્મર ચોરી પ્રકરણમાં ઘાત ટળી ગયાનો હજુ તો હાશકારો લીધો હતો ત્યાં કોર્પોરેટ ઓફીસનો પલટવાર કડકડતી ઠંડીમાં વીજ અધિકારીઓને હેવી કરંટનો ગરમાવો આપી ગયો છે, આ સિવાયની પણ હજુ એક ગેરરીતીના ભણકારા વાગે છે હાલ જો કે ચાર્જશીટ બાદ એક વધુ અલીપ્ત રહે છે એક બિનધાસ્ત છે અને બાકીના બે થોડા ઘણા ટેન્શનમાં છે.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રાન્સફોર્મર ચોરનાર ગેંગને એલસીબીએ ઝડપી હતી ત્યારે તો વિજ વિભાગને ખ્યાલ આવ્યો હતો કે આપણા ટ્રાનસફોર્મરો ચોરાઇ ગયા છે કુલ 38 ટ્રાન્સફોર્મરની ચોરી જે તે વખતે કબુલાઇ હતી અને આરોપીઓની પુછપરછ કોર્ટમાં રજુ કરવા, જેલ હવાલે કરવા વગેરે કાર્યવાહી પોલીે કરવાની હતી તો વિજ વિભાગના વડા છેક સુધી અંધારામાં હતા પરંતુ લગત એવા એક જંગી વીજચોરી વાળા વિસ્તારમાંથી આવનાર સુપેરે વાકેફ હતાં પરંતુ વીજ વિભાગ તેના ટ્રાન્સફોર્મર ચોરાયાના મામલે સૌ પ્રથમનો ગંભીર ન થયું ત્યારબાદ સમગ્ર મામલો દબાવી નહીં શકાય તેવુ લાગતા વડી કચેરીને રીપોર્ટ કરાયો ત્યારબાદ જવાબદારો સામે પગલા લેવા તાત્કાલીક અસરથી ચાર ઇજનેરોની બદલીના હુકમ આવ્યા અને નાટકીય રીતે 48 કલાકમાં તે બદલીઓના હુકમ રદ થયા અને બધુ જ સમસુતરુ ઉતરી ગયુ અને તપાસ હાથ ધરાઇ હતી, તેમાં ઘીના કામમાં ઘી પડી જશે તેવી આશાના કિરણો જાગ્યા હતાં. તેવામાં આવી આશાના કીરણો વચ્ચે જે ચાર ઇજનેરોની બદલીઓના હુકમ થયા હતાં તે ચારેયને ચાર્જશીટ ફટકારાયા છે. જેના કારણે ટ્રાન્સફોર્મર ચોરી જેવા ગંભીર મામલે સાચી તપાસની આશા જાગી છે.

Related posts

જામનગરમાં ડેઈલી બચતના નામે ફૂલેકું ફેરવતી ખાનગી પેઢી

Nawanagar Time

જામનગરના 28 યાત્રિકો ચેન્નઈમાં ફસાયા

Nawanagar Time

જામનગરમાં બીપી અને ડાયાબિટીસની બીમારીમાં સપડાયેલા વૃદ્ધનું મૃત્યુ

Nawanagar Time

Leave a Comment