Nawanagar Time
ગુજરાત જામનગર

ચાર્જશીટ-સસ્પેન્સને ઘોળીને પી ગયેલા જામ્યુકોના અધિકારી ઉપર ફરી સકંજો

chargesheet-suspension-snatched-again-rescued-the-officer-of-the-jmc

લૂંટો ભાઈ લૂંટો.. જામનગર મહાનગર પાલિકામાં દલા તરવાડી જેવી હાલત: નિવૃત્તિના આરે રહેલાં ફળદ્રુપ દિમાગના ઈન્ચાર્જ ડીએમસીના અનેક કરતૂતોને ‘હવા’ આપવા સોશ્યલ મીડિયામાં ફરી કારસો… સફળ થાય તો ધડાકો થશે

જામનગર:-સાત લાખ નાગરિકોની સુખાકારીની જવાબદારી  ઉપર છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ‘કી’ પોસ્ટ રહી તમામ ‘વહીવટી’ બાબતોને દબાવવાના માહિર એવા આ અધિકારીને ફરીથી સોશ્યલ મિડિયાના એટેકનો સામનો કરવો પડી રહ્યો છે અને નિવૃત્તિના આરે રહેલા ફળદ્રુપ દિમાગના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના અનેક કરતૂતોને ‘હવા’ આપવા કોઇ સાલસ પરંતુ શૈતાની દિમાગે ચિત્ર-વિચિત્ર  ઉપરથી એક પછી એક આ અધિકારીના ગંભીર પ્રકરણો ખૂલ્લા કરવાનું શરૂ કરતાં ચકચાર મચી જવા પામી છે અને આ પ્રકરણોમાં રસપ્રદ પૂર્તતા કરવા પણ થનગની રહ્યાં છે તેમ અમુક ચબરાકના સંપર્ક કરતાં જાણવા મળ્યું છે. અગાઉ એકાઉન્ટન્ટનો ખાસ કરીને મિલ્કત વેરાનો મહત્ત્વનો હવાલો સંભાળતા ત્યારે કોઇ-કોઇ ખાસ લોકો-આસામીઓના જંગી  વેરાના ચેક પોતાના ‘ખાના’માં દબાવી રાખેલા હતાં. જેની બાતમી તત્કાલિન કમિશ્નર સોનલ મિશ્રાને મળતાં તેમણે જાતે ‘રેડ’ પાડી આ અધિકારીની ચેમ્બરમાં જઇ તેના ખાનામાંથી ‘ચેક’ નહીં ‘ચેકો’ જપ્ત કર્યા હતાં. જે અંગે રોજકામ કરી કોર્પોરેશનની તિજોરીને જંગી નુકસાન કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતાં.

દોઢ દાયકા પહેલાં સસ્પેન્ડ થયેલા આ  તેની કાબેલિયતથી ફરી ‘ગોઠવાઇ’ ગયા અને પહેલાં કરતાં પણ વધુ ‘ફાવટ’થી તેનો કસબ અજમાવવા લાગ્યા તો આજ સુધી અવિરત તેની વિકાસગાથા ચાલુ છે. ત્યારબાદ તેની વહીવટી શિથિલતાનું ર્ચાજશીટ ફટકારાયું હતું. તે ચાર્જશીટને પણે ઘોળીને પી ગયા હતાં.

‘ખુલાસા’ માન્ય ન રાખી સસ્પેન્ડ કરાયેલા બાદમાં પણ ન સુધરતા ઇન્ક્રીમેન્ટ અટકાવેલા

ફરીથી વોટસએપમાં ફરતા ઓર્ડરના નકલ મુજબ જે ત્હોમત મુકાયુ છે. (કોર્પો.ની તિજોરીને ગંભીર નુકશાન) તેનો ખુલાસો સચોટ અને માન્ય રાખવા જેવો ન લાગતા બીપીએમસી એકટ  કલમ 56-2 હેઠળ કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ સતાની રૂએ તા.30-1-2004ના પેન્ડીંગ ઇન્કવાયરીએ સસ્પેન્ડ કરવામાં આવે છે તેમ કમિશ્નરે હુકમ કર્યો હતો ત્યારબાદ ફરીથી પોત પ્રકાશ્યુ હતું, આમ તો ઘણી વખત પ્રકાશતુ હોય પણ પ્રકરણ ઘાટુ થઇ નિર્ણય સુધી કોકવાર જ પહોંચે નહીં તો દર વર્ષે સસ્પેન્ડ થાય) જેથી તા.21-2-15ના  ઇન્ક્રીમેન્ટ ભવિષ્યની અસર સાથે સંબંધ કરવામાં આવ્યા હતાં.

દેખીતું છે કે, કોઇની નિરંતર કૃપા રહેતી હોય અથવા કોઇના મહીથી ગાંધીનગર  કમાઉ દીકરા હોય માટે બચતા રહ્યા હોય એ સ્વાભાવિક છે. પરંતુ કોર્પોરેશનના લગતા અમુકને નુકસાનકર્તા હોય તેવા ચબરાકે બીડું ઝડપ્યું છે.

અનેકનું શોષણ અનેકને આર્થિક નુકશાન અનેકના પ્રમોશન અટકાવવા હોય અનેકને ખોટા તપાસમાં ફીટ કર્યા હોય તે હવે આ અધિકારી નિવૃતિના આરે હોઇ, એક-પછી-એક કરતૂતને હવા આપવા બીડુ ઝડપી  છે અને સોશ્યલ મિડિયા (વોટસએપ)માં જુના કારનામા અનેકને મોકલવા શરૂ કર્યા છે.

સુનિલ ભાનુશાળી જેવા અનેક ‘પાપ’ને પેદા કર્યા

બબ્બે વખત સસ્પેન્ડ થયેલા અને એન્ટી કરપ્શન બ્યુરોના હાથે લાંચ લેતા મેળામાં રંગે હાથ ઝડપાયેલા હાલના એસ્ટેટના બે મુખ્ય સ્તંભમાંના એક સુનીલ ભાનુશાળી નામનું ‘પાપ’ પોષવામાં આ અધિકારીનો જ ખુબ મોટો ફાળો હોવાનું કહેવાય  એટલું જ નહી, ઢોરના ડબ્બાના વખતો વખતના માથા સોલીડ વેસ્ટના અમુક માથા, બજાર શાખાના અમુક કલેકશન કરનારા આ વાતો અનેક પાપને પોસ્યા હોવાનું કહેવાય છે.

Related posts

છ મહિના બાદ બસ સ્ટેન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર ખૂલ્યો

Nawanagar Time

જાતે સફાઈ કરી જેએમસીનું નાક વાઢતાં નગરસેવિકા

Nawanagar Time

જિલ્લા પંચાયતનો કર્મચારી એક વર્ષથી મફતનો પગાર ખાય છે

Nawanagar Time

Leave a Comment