Nawanagar Time
ગુજરાત જામનગર

સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ: પપ00 દુકાન બંધ

cheap-grain-traders-strike-hunger-5500-shop-closed

કમીશનમાં વધારો કરવાની માંગણી સાથે સુત્રોચ્ચાર અને ધરણાં: જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સજ્જડ હડતાલ

જામનગર:-સસ્તા અનાજના દુકાનદારોની રાજ્ય વ્યાપી હડતાલનો પ્રારંભ થઇ ચૂકયો છે. કમીશન વધારાની માંગ સાથે આજે હડતાલનો પ્રથમ દિવસ છે. ગાંધીનગર ખાતે ધરણાં અને સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમ સસ્તા અનાજના દુકાનદારો  આપવામાં આવ્યા છે.

બજેટમાં સસ્તા અનાજના દુકાનદારોના કમીશન વધારાની જાહેરાત કરવામાં આવ્યા બાદ 100 કિલોએ રૂા.23નું કમીશન વધારવામાં આવ્યું છે. આ કમીશન ખુબ જ ઓછુ હોવાની ફરિયાદ સસ્તા અનાજના દુકાનદારો કરી રહ્યા છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા કાર્ડ ધારકોને ઘઉં-ચોખા આપવામાં આવતો હતો. આ જથ્થો પણ બંધ કરી દેવામાં  દુકાનદારોને પડયા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ એપીએલ કાર્ડ ધારકોને ફાળવવામાં આવતું કેરોસીન પણ તંત્ર દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા દુકાનદારોને દર મહિને મળતુ 8થી 10 હજાર જેટલુ કમીશન પણ બંધ થઇ જાય તેવી શકયતા છે. સરકારની જાહેરાતોને કારણે સસ્તા અનાજના દુકાનદારોની  કફોડી બની ચૂકી છે. પરીણામે આજથી બે દિવસની હડતાલની જાહેર થઇ છે.

હડતાલના પગલે જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 55 હજાર જેટલા દુકાનદારો આજે હડતાલમાં જોડાશે. અગાઉ રાજ્ય સરકારને અવાર-નવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય લેવાયો નથી માત્ર મામુલી વધારો કરાયો છે. જે વર્તમાન સમયમાં સસ્તા અનાજના દુકાનદારોને પોસાય તેમ  આજે રાજ્યના 17000 સસ્તા અનાજના દુકાનદારો દ્વાર હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલમાં 5000 જેટલા કેરોસીનના પરવાનેદારો પણ જોડાયા છે.

Related posts

શેઢાખાઇ ગામે ત્રણ યુવાનો પર ઘાતક હૂમલો: છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Nawanagar Time

નયારા એનર્જીના ગૌચર જમીનમા ગેરકાયદેસર દબાણો દૂર થયા..

Nawanagar Time

જામનગરમાં વાયું નહીં વીજળી વેરણ, રસ્તા પર ઊતર્યા લોકો

Nawanagar Time

Leave a Comment