Nawanagar Time
ગુજરાત જામનગર

સસ્તા ભાવની ર00 ગાડી ફરવા લાગી !

પોલીસે ‘ક્રેટા’, રાજકારણીઓએ ‘ફોરચ્યુનર’, ‘એન્ડેવર’, ‘ઈનોવા’ હાથવગી કરી

જામનગર:-જામનગર શહેરમાં છેલ્લા એક વર્ષથી શરૂ થયેલી સસ્તા ભાવે લકઝુરિયસ ગાડીઓ આપવાની સ્કીમમાં અત્યાર સુધીમાં ર00 થી પણ વધુ ગાડીઓ છૂટીને રોડ પર ફરતી થઈ હોવાનો ધડાકો થયો છે. જો કે, મોટા ભાગે સસ્તા ભાવે ગાડી લેનારા લોકો સામાન્ય નહીં, બલ્કે રાજકિય માથાઓ અને પોલીસ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ભુજથી શરૂ થયેલી સસ્તા ભાવે લકઝુરિયસ ગાડીઓ વેંચવાના ગોલમાલભર્યા કૌભાંડમાં લોકોને બજાર કિંમત કરતાં રપ થી 30 ટકા ઓછા ભાવે ફોરચ્યુનર, આઉડી, ફોડએન્ડેવર, ઈનોવા, બીએમડબલ્યુ સહિતની ગાડીઓ વેંચવામાં આવી રહી છે. કોઈને પણ મગજમાં ન ઊતરે તેવી લોભામણી-લલચામણી આ સ્કીમમાં ‘બકરા’ ફસાવવા માટે સ્કીમના સંચાલકોએ જામનગરમાં ર00 જેટલી ગાડીઓ આપી હોવાનું બહાર આવ્યું છે.  બીજી તરફ આ ર00 ગાડીઓ જે ભાગ્યશાળીના હાથમાં આવી છે તેમાં મોટા ભાગના રાજકિય માથાઓ અને પોલીસ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સસ્તા ભાવે મળેલી ગાડીઓમાં રાજકારણીઓએ ફોરચ્યુનર, એન્ડેવર, ઈનોવા જેવી ગાડીઓ હાથવગી કરી છે તો બીજી તરફ પોલીસ દ્વારા હ્યુંડાઈની ક્રેટા નામની ગાડીઓ છોડાવી લીધી હોવાનું પણ ખૂલ્યું છે. ઉલ્લેખનિય છે કે, એક ટોંચના ઉચ્ચ અધિકારીએ જામનગર બહારના એક પોલીસ મથકના અધિકારી મારફત લકઝુરિયસ ગાડી બૂક કરાવી હતી, પરંતુ બાદમાં આપેલાં નાણાં પરત લઈ લીધાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

બીજી તરફ લોકોને લોભામણી લાલચમાં ફસાવી સસ્તા ભાવે ગાડી આપવાના નામે લાંબા ગાળાની લૂંટનું આયોજન કરનાર  સ્કીમ સંચાલકો ભૂગર્ભમાં ચાલ્યા જતાં મોટા વ્યાજની આશાએ કેટલાં’ય ના નાણાં ફસાયા છે. અને કેટલાં’યની ગાડીઓ પણ આવી નથી ત્યારે ખાનગી રાહે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Related posts

ઇમ્પેકટ ! રિલાયન્સે આપેલા સફાઇના સાધનો ફટાફટ રિપેર થવા લાગ્યા

Nawanagar Time

જામનગરમાં રોડના કોન્ટ્રાકટ બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું

Nawanagar Time

ભાજપ-કોંગ્રેસની સંયુકત જીત: નગરસેવિકાઓએ ફેન્સિંગ તોડી રેંકડી ધારકોને ન્યાય અપાવ્યો

Nawanagar Time

Leave a Comment