Nawanagar Time
ગુજરાત જામનગર

કાલથી સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ

cheaper-grains-traders-strike-from-tomorrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગ્ગા ભાઈ પ્રહલાદ મોદી દ્વારા લડતનું રણશિંગૂં ફૂંકાયું

 

જામનગર:-રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજના વેપારીઓને કમિશનમાં વધારો આપવામાં નહીં આવતાં પડતર માંગણીઓ પ્રશ્ર્ને આવતીકાલથી સસ્તા અનાજના વેપારીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સગ્ગાભાઈ પ્રહલાદ મોદીની આગેવાની હેઠળ ગાંધીનગરમાં લડતનું રણશિંગૂં ફૂંકશે, બે દિવસની ભૂખ હડતાલ બાદ આગળની રણનીતિ ઘડી કઢાશે. આ આંદોલનમાં જોડાવા જામનગર સહિત સૌરાષ્ટ્રના વેપારીઓ મોટી સંખ્યામાં આજે સાંજે ગાંધીનગર રવાના થશે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના વેપારીઓના કમિશન વધારા સહિતની પડતર માંગણીઓનો ઉકેલ ન લાવતાં ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસો. ના પ્રમુખ પ્રહલાદ મોદીની આગેવાની હેઠળ આવતીકાલે ગાંધીનગર ખાતે ભૂખ હડતાલનો પ્રારંભ કરાશે. વધુમાં સસ્તા અનાજના વેપારી મંડળના સૌરાષ્ટ્રના અગ્રણી રાજુભાઈ નંદાણિયા અને નરેન્દ્ર ડવના જણાવ્યા મુજબ હાલમાં સરકાર દ્વારા કેરોસિન બંધ કરવાનો નિર્ણય કરાયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી પાછું કેરોસિન શરૂ કરાયું છે ત્યારે શહેરના પછાત વિસ્તારો માટે પણ કેરોસિન પુન: શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

દરમિયાન જામનગર જિલ્લા ફેર પ્રાઈઝ એસો. ના મહેન્દ્ર રાજાણી, નીલેશભાઈ મપારા, હિતેશ મોદી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં સસ્તા અનાજના વેપારીઓની આ લડતમાં ભાગ લેવા ગાંધીનગર  પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

આર.ટી.ઓ. અધિકારી ચૌધરીએ લાચારી દર્શાવીને ચેકીંગ ઝુંબેશની આપી ખાત્રી

Nawanagar Time

વિતરક મિત્રોને ‘નવાનગર ટાઈમ’ તરફથી રાશન કીટનું વિતરણ

Nawanagar Time

જામનગરની 7 લાખની વસ્તી સામે 7 હેલ્થ વર્કર

Nawanagar Time

Leave a Comment