Nawanagar Time
ગુજરાત જામનગર

ચેત જો, ચેકિંગ આવે છે..જિલ્લાની 705 શાળાઓમાં શિક્ષણ વિભાગનું ચેકીંગ

checking-of-education-department-in-705-schools-of-the-district

જામનગર:-શિક્ષણ વિભાગ સચિવ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી રાજયની તમામ જિલ્લાની શાળાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાની 705 શાળાઓમાં પણ ચેકીંગ હાથ ધરાશે.

જામનગર જિલ્લાની 705 સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા  અને 27 ત્રિદિવસીય ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાશે. વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર, પીવાનું પાણી, ઓરડા, શિક્ષણમાં પ્રવર્તમાન, એકમ કસોટી તેમજ ઓનલાઇન હાજરી અને શિક્ષકોની સંખ્યા સહિતના મુદ્દે ચેકીંગ પ્રક્રિયા કરવામાં આવશે.

રાજયની તમામ શાળાઓમાં આજથી ત્રણ દિવસ માટે શિક્ષણ વિભાગની ટીમ તપાસ કરશે, જેને લઇને તમામ જિલ્લાની શાળાઓને સુચના પણ આપી  આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા નકકી કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ ચેકીંગ કાર્યવાહી ચાલશે. જે શાળામાં ગેરરીતી સામે આવશે તે શાળાને નોટીસ તેમજ શિક્ષણાત્મક પગલાં લેવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

જિલ્લાની તમામ શાળાઓમાં ચેકીંગ દરમ્યાન ખામીઓ જણાશે તો શિક્ષણ વિભાગની ટીમ રીપોર્ટ તૈયાર કરશે. આ કાર્યવાહીને  જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતાં અમુક બેદરકાર શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટિનો અભાવ, જવાબદારી અંગે પદાધિકારીઓમાં ખો

Nawanagar Time

આ ચૂંટણીમાં ઉમેદવાર હું નહીં, તમે બધાં છો: પૂનમબેન માડમ

Nawanagar Time

13 મોત કોવિડ બૉડીને લાકડાંથી અગ્નિસંસ્કારની મનાઈ

Nawanagar Time

Leave a Comment