Nawanagar Time
ગુજરાત જામનગર

ચીયર્સ ! જામનગરમાં તસ્કરો દારૂની બોટલ ચોરી ગયા

cheers-jamnagar-the-traffickers-have-stolen-liquor-bottles

જીઆઇડીસી ફેસ-2માં બે ટ્રાન્સપોર્ટ ઓફિસોના શટ્ટર ઉંચકી પરચુરણ અને પરમીટનો દારૂ ઉપાડી ગયા

જામનગર:-દરેડ જીઆઇડીસી ફેસ-2માં બે ટ્રાન્સપોર્ટની ઓફિસોના શટ્ટર ઉંચકાવી ચોરી થયાનું બહાર આવ્યાની સાથે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ચોરે રૂપિયા કે મુદ્દામાલ નહીં પરંતુ એક દારૂની બોટલ ચોરી હોવાનું સામે આવ્યું છે.

જામનગર નજીક આવેલ દરેડ જીઆઇડીસી ફેસ-2ના શેડ નં. 222 પાસે ગત રાત્રીના તસ્કરો હાથફેરો કરી ગયાનું બહાર આવ્યું હતું. બાજુ-બાજુમાં આવેલ બે ટ્રાન્સપોર્ટ ઓફિસોના શટ્ટર ઉંચકેલા જોવા મળતાની સાથે જ પંચ-બી ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ફેસ-2માં આવેલી ન્યુ એરા ટ્રાન્સપોર્ટ અને શિવમ ઇમ્પેક્ષ નામની બે ટ્રાન્સપોર્ટ પેઢીમાં ચોરી થયાની વિગતો સામે આવતાં પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. જો કે મહત્વની વાત તો એ છે કે પોલીસ તપાસમાં તસ્કરો ચોરી કરી ગયામાં એક પરમીટ વાળી દારૂની બોટલનું સામે આવ્યું હતું. શિવમ ઇમ્પેકસ નામની ટ્રાન્સપોર્ટ પેઢીના કર્મચારીએ રાખેલી પોતાની પરમીટ વાળી દારૂની બોટલ અને પરચુરણ ચોરી થયાનું પોલીસની જાણમાં આવ્યું. ત્યારે શિયાળાની ઠંડીમાં ચોરને રૂપિયા કરતાં દારૂની બોટલની જરૂરિયાત હોવાનું દાખલો સામે આવ્યો છે.

Related posts

માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓના લાયસન્સની મુદ્દતમાં છ માસનો વધારો

Nawanagar Time

પૉઝિટીવ કેસવાળા વિસ્તારમાં સ્વયંભૂ સિલિંગ

Nawanagar Time

ઓખામાં ટ્રકની ઠોકરે બાઇકસવાર પ્રૌઢનું મૃત્ય

Nawanagar Time

Leave a Comment