Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

છત્તીસગઢ ચૂંટણી પરિણામ: કૉંગ્રેસ 50 બેઠકો પર આગળ, ભાજપ 19 બેઠકો પર આગળ

election 2018

છત્તીસગઢ વિધાનસભાની 90 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસ 50 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ 19 બેઠકો પર આગળ છે. રાજનાંદગાંવથી મુખ્યમંત્રી રમનસિંહ આગળ ચાલી રહ્યા છે.  છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની 90 બેઠકો માટે બે ચરણમાં 12 નવેમ્બર અને 20 નવેમ્બરના મતદાન થયું હતું. જેમાં રાજ્યની 76.60 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

છત્તીસગઢ વિધાનસભાની આ ચોથી ચૂંટણી છે. આ પહેલા ત્રણ ચૂંટણીમાં ભાજપ જીત મેળવી છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. રાજ્યમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટક્કર થતી હોય છે પરંતુ આ વખતે અજીત જોગીની પાર્ટીએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી મુકાબલાને ત્રીકોણીય જંગ બનાવી દિધો છે. ઘણી બેઠકો પર મુકાબલો રોચક થઈ ગયો છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર બતાવવામાં આવી રહી છે.

Related posts

જીવલેણ કેન્સરને હરાવીને શ્યામલીએ 25 કિ.મી.ની રેસમાં સિલ્વર મેડલ જીત્યું

Nawanagar Time

PM મોદીએ દિલ્હીથી કરાવ્યો ફિટ ઈન્ડિયા મુવમેન્ટનો પ્રારંભ, ફીટનેસને લગતા અનેક કાર્યક્રમો યોજાયા

Nawanagar Time

જામનગરના ‘સિંહ’ની લંડનમાં મોજ

Nawanagar Time

Leave a Comment