Nawanagar Time
ગુજરાત જામનગર

ભ્રષ્ટાચારી સુનિલ ભાનુશાળીને બચાવવા હવે ચીફ એકાઉન્ટન્ટ મેદાને

chief-accountant-medenay-now-to-save-corrupt-sunil-bhajan

દિગ્વિજય પ્લોટ તોડ પ્રકરણમાં અરજદારે માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતી છુપાવાઇ

એસીબીમાં ફરિયાદ બાદ પણ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પગલાં ન ભરવામાં આવતા અંતે માહિતી અધિકારના કાયદા હેઠળ ભ્રષ્ટાચારીને ખુલ્લા પાડવા પ્રયાસ

જામનગર:-જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના તોડબાજ સુનિલ ભાનુશાળી આણી મંડળી વિરૂદ્ધ દિગ્વિજય પ્લોટમાં કમિશ્નરના નામે એક લાખની લાંચ માંગવાના પ્રકરણમાં અરજદાર દ્વારા સમગ્ર બાબતે શું કાર્યવાહી થઇ તે અંગે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવામાં આવતાં હવે ચીફ એકાઉન્ટન્ટ પણ ભાનુશાળીનો બચાવ કરવા મેદાને આવી  માહિતી અરજદારને આપવાને બદલ ે છુપાવવા ત્રાગડા રચ્યાં હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં દબાણ હટાવવા મામલે અરજી કરનાર ધર્મેન્દ્ર ચાંદ્રા નામના અરજદાર પાસેથી તત્કાલીન મ્યુ. કમિશ્નરના નામે એક લાખની લાંચની માંગ કરી બાદમાં રૂા. 60 હજાર કટકટાવી લેનાર એસ્ટેટ વિભાગના સુનિલ ભાનુશાળી  મંડળી વિરૂદ્ધ એસીબીમાં અને ખુદ મ્યુ. કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી હતી જો કે, લાંબો સમય સુધી આ ચકચારી બનાવમાં કોઇ જ પગલાં લેવામાં ન આવતાં  સમગ્ર પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય તેની વિગતો અરજદાર ધર્મેન્દ્ર ચાંદ્રાએ માહિતી અધિકાર હેઠળ માંગતા તંત્ર મુંઝવણમાં મુંકાયુ હતું.

બીજી તરફ તા. 26  રોજ એસ્ટેટ વિભાગમાં કયા-કયાં અધિકારીઓ કામ કરે છે અને કેટલા સમયથી કામ કરે છે તે સહીતની વિગતો તેમજ આ કર્મચારીઓની સર્વિસ બુક અંગેની વિગતો અરજદાર ધર્મેન્દ્ર ચાંદ્રા દ્વારા માંગવામાં આવી હતી. ઉપરાંત અરજદારની અરજી બાદ કયાં વિભાગે શું કાર્યવાહી કરી ? તે અંગે પણ વિગતો માંગવામાં આવતાં ભીંસમાં મુકાયેલા  તંત્ર દ્વારા સુનિલ ભાનુશાળીનો બચાવ કરવા નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા આગળ ધરી કલમ 8 મુજબ ખાનગી માહિતી આપી ન શકાય તેવો જવાબ જાહેર માહિતી અધિકારી અને ચીફ એકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

જો કે આ અંગે મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નીર્મળનો સંપર્ક સાધતા તેઓએ ઉમેર્યું હતું કે અરજદાર દ્વારા  ભાનુશાળીની સર્વિસ બુકનો રેકોર્ડ માંગવામાં આવ્યો છે અને આ મુદ્દાને લઇ નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આવી માહિતી આપી શકાતી ન હોય જે અરજદારને લેખીત સ્વરૂપે જાણ કરવામાં આવી છે.

જો કે, છેલ્લે સુધી લડી લેવાનાં મુડમાં અરજદાર ધર્મેન્દ્ર ચાંદ્રા દ્વારા સુનિલ ભાનુશાળી એન્ડ કંપની તેમજ તેનો બચાવ કરનારા  ખુલ્લા પાડવા સમગ્ર બાબતે ઉપલી ઓથોરીટી સમક્ષ અપીલ કરી નમુના (ક)મુજબ જવાબ ન આપવા તેમજ ખોટો જવાબ આપવાને લઇ આગળની લડત શરૂ કરતાં નવા જુનીના અણસારો મળી રહ્યા છે.

Related posts

જામજોધપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ ફરી ધણધણ્યું: વિપક્ષોનો વોક આઉટ

Nawanagar Time

હેરિટેજને સાચવવા માટે CMને અપીલ, અ’વાદ અને પાટણ સિવાય અહીં પણ છે વાવ

Nawanagar Time

પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી લેવા દરોડા: વેપારીઓમાં ફફડાટ

Nawanagar Time

Leave a Comment