Nawanagar Time
નેશનલ

છત્તીસગઢ : મુખ્યમંત્રી પદના શપથ લેતાંની સાથે જ 16.65 લાખ ખેડૂતનું 6100 કરોડનું દેવું માફ કર્યું..

શપથના થોડાં કલાકો પહેલાં જ વરસાદના કારણે સમારંભ સ્થળ બદલવામાં આવ્યું હતું.

  • સાંજે 6.20 વાગ્યે આનંદીબેન પટેલે બઘેલને શપથ અપાવ્યા. 
  • પહેલાં સાયન્સ કોલેજ મેદાનમાં થવાનો હતો સમારંભ, વરસાદના કારણે ઇનડોર સ્ટેડિયમમાં થયો
  • 16.65 લાખ ખેડૂતોનું દેવું માફ કરાયું

ભૂપેશ બઘેલે સોમવારે છત્તીસગઢના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેઓને પદ અને ગોપનીયતા શપથ લેવડાવ્યા. બઘેલ ઉપરાંત ટીએસ સિંહદેવ અને તામ્રધ્વજ સાહુએ મંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક અન્ય દળોના નેતા મંચ પર હાજર રહ્યા. શપથના થોડાં કલાકો પહેલાં જ વરસાદના કારણે સમારંભ સ્થળ બદલવામાં આવ્યું હતું. પહેલાં શપથ ગ્રહણ સમારંભ સાયન્સ કોલેજ મેદાનમાં થવાનો હતો, જે હવે બલવીર સિંહ જુનેજા ઇનડોર સ્ટેડિયમમાં થઇ રહ્યો છે.


બધેલે શપથ લીધાના એક જ કલાકમાં 6100 કરોડનું દેવું માફ કર્યું

ભુપેન બધેલે મુખ્યમંત્રી પદના શપથ લેતાંની સાથે જ ખેડૂતોનું દેવું માફ કરી દીધું છે. બધેલે 16.65 લાખ ખેડૂતોની સરકારી બેંકો પાસેથી લીધેલી 6100 કરોડ રૂપિયાની લોન માફ કરી છે. આ સાથે જ અનાજને ક્વિન્ટલ 2500 રૂપિયાના ટેકાના ભાવ સાથે ખરીદવાની જાહેરાત કરી છે.

ભૂપેશની પસંદગીના 3 મોટાં કારણ

– છત્તીસગઢમાં કોંગ્રેસને મજબૂત બનાવવામાં યોગદાન, રાહુલે જે જવાબદારી સોંપી તેમાં બઘેલ ખરાં ઉતર્યા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે છેલ્લાં 5 વર્ષમાં કોંગ્રેસને મજબૂત બનાવી.
– બઘેલે બોલ્ડ સ્ટેન્ડ લીધું અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના દીકરા અમિત જોગીને પાર્ટીમાંથી બહાર કાઢ્યો. સંગઠનને એકજૂથ બનાવી રાખ્યું.
– ભાજપ સરકાર વિરૂદ્ધ આક્રમક રહ્યા. ભાજપ નેતાઓની સાથે ક્યારેય એક મંચ પર જોવા ના મળ્યા. મુખ્યમંત્રી ડો. રમન સિંહ સાથે હાથ નથી મિલાવ્યો. વિધાનસભામાં વિપક્ષની મજબૂત તસવીર રજૂ કરી.

જોગી કેબિનેટમાં બઘેલ મંત્રી તરીકે રહી ચૂક્યા છે

– 23 ઓગસ્ટ 1961ના રોજ જન્મેલા બઘેલ 80ના દાયકામાં યૂથ કોંગ્રેસથી રાજનીતિમાં આવ્યા. 2000માં જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું તો તે પાટણ સીટથી ધારાસભ્ય હતા.
– જોગી સરકારમાં તેઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. 2003માં કોંગ્રેસ સત્તામાંથી બહાર થતા બઘેલને વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા.
– 2013માં ઝીરમ ઘાટી હુમલા બાદ કોંગ્રેસને એકવાર ફરીથી ઉભી કરવામાં બઘેલે મહત્વની ભૂમિકા નિભાવી. 2014માં તેઓને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
– જો કે, સીડી કાંડના કારણે પણ બઘેલ ચર્ચામાં રહ્યા. સીબીઆઇ આ મામલાની તપાસ કરી રહી છે.

Related posts

શત્રુધ્ન સિંહા કાલે કોંગ્રેસમાં જોડાશે, પટના સાહિબથી લડશે ચૂંટણી જંગ

Nawanagar Time

વેઇટલિફ્ટર સરબજીત કૌર પર ચાર વર્ષનો પ્રતિબંધ…

Nawanagar Time

જાણકારીના અભાવે રેગ્યુલર નંબર માટે પણ વાહનધારકો rtoના ધક્કા ખાય છે

Nawanagar Time

Leave a Comment