Nawanagar Time
સ્પોર્ટસ

સિક્સર નો બાદશાહ, સૌથી વધુ સિક્સર ક્રિસ ગેલના નામે

chris-gayle-have-the-highest-sixer-score

વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વાધિક સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેનસિંગ્ટન ઓવલ ખાતેની પહેલી વનડેમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તેણે 444 મેચમાં 477 સિક્સ ફટકારી છે. તે આ મામલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીથી આગળ નીકળી ગયો છે. આફ્રિદીએ 524 મેચમાં 476 સિક્સ ફટકારી હતી.

ગેલે વનડેમાં 276, ટી-20માં 103 અને ટેસ્ટમાં 98 સિક્સ ફટકારી છે. તેણે હાલમાં જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું હતું. 30 મેથી 14 જુલાઈ સુધી ઇંગ્લેન્ડ- વેલ્સમાં રમાનાર વર્લ્ડકપ ગેલની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લી ટુર્નામેન્ટ હશે.

સૌથી વધુ સિક્સ ફ્ટકારવાની સૂચીમાં ભારતનો રોહિત શર્મા પાંચમા સ્થાને છે. તેણે 349 સિક્સ ફટકારી છે. ન્યુઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ 398 સિક્સ સાથે ત્રીજા અને શ્રીલંકાનો સનથ જયસૂર્યા 352 સિક્સ સાથે ચોથા સ્થાને છે.

ગેલને આ મહિનનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધની વનડે સિરીઝમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેના નામે વનડેમાં 24 સદી છે. તે વિન્ડીઝ માટે સર્વાધિક સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. તે રનના મામલે બ્રાયન લારા (10405) પછી બીજા સ્થાને છે. ગેલે 9727 રન કર્યા છે.

Related posts

શૂટિંગ વિશ્વકપઃ અપૂર્વી ચંદેલાએ જીત્યો  ગોલ્ડ

Nawanagar Time

સોશિયલ મીડિયા માટે બેટિંગ કરતો નથી;પુજારા

Nawanagar Time

IPL-2020નો કાર્યક્રમ જાહેર: MI અને CSK વચ્ચે પ્રથમ ટક્કર

Nawanagar Time

Leave a Comment