Nawanagar Time
ગુજરાત જામનગર

ચકી ચોખા ખાંડે છે.. કાલે વિશ્ર્વ ચકલી દિવસ

chuckie-rice-khande-tap-the-day-tomorrow-the-world-sparrow-day

20 માર્ચના રોજ વિશ્ર્વ ચકલી દિન નિમીતે જામનગરના કુદરત ગ્રુપ અને લાખોટા નેચર કલબના સંયુકત ઉપક્રમે પર્યાવરણ પ્રેમી હર્ષદભાઇ ભટ્ટના સહયોગથી ચકલીના માળા તથા પક્ષીઓને પાણી માટે માટીના મજબુત કુંડાનું રાહત દરે વિતરણ કરવાનો કાર્યક્રમ તા.20ના રોજ સવારે 9થી 12-30 ડી.કે.વી. સર્કલ જામનગર ખાતે રાખેલ છે. જેને સફળ બનાવવા  ગ્રુપના ફીરોઝખાન પઠાણ તથા લાખોટા નેચર કલબના પ્રમુખ સુરેશ ભટ્ટની રાહબરી હેઠળ કાર્યકારી પ્રમુખ સુરજ જોશી અને સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ફીરોજખાન દ્વારા છેલ્લા 10 વર્ષથી માળા તથા પાણી માટેના કુંડા વિતરણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 40 કુંડા-માળાથી શરૂ કરેલ આ અભિયાન હાલ 1000 કુંડા સુધી પહોંચેલ  અને 9 વર્ષમાં વિશ્ર્વ ચકલી દિવસ તેમજ પુરા વર્ષ દરમિયાનની આ કામગીરીમાં આશરે 10 હજાર માટીના દરેક ઋતુમાં કાર્યરત રહે તેવા પાકામાળા અને કુંડા વિતરણ કરવામાં આવેલ છે. પર્યાવરણ અને પક્ષી બચાવોના ભાગરૂપેના આ અભિયાનમાં નામી અનામી અનેક પર્યાવરણ પ્રેમીદાતાઓ પણ આર્થિક અને સમયનો સહયોગ આપી રહ્યા છે.

Related posts

જોડિયામાં નવા સિમાંકનમાં મુસ્લિમ મતદારોને એક જ સિટમાં સમાવવાનું કારસ્તાન હોવાનો આરોપ

Nawanagar Time

જામ્યુકોમાં હજૂ ગૂંજતા રિટાયર્ડ ચીફ ઓડિટરના કારનામાંઓ

Nawanagar Time

દ્વારકા રેલવે સ્ટેશન પર બનશે હોટેલ જેવા આલીશાન રૂમ

Nawanagar Time

Leave a Comment