Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં સુંદર શૌચાલય માટે સ્પર્ધા યોજાશે

clean-india-mission-held-a-competition-for-the-district-under-the-beautiful-toilet

જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્પર્ધાનું આયોજન

જામનગર:-સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના હેઠળ ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા સ્વચ્છ સુંદર શૌચાલય હરીફાઇનું ઝુંબેશ રૂપે તા. 01 જાન્યુઆરી 2019 થી 31 જાન્યુઆરી 2019 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જે હરીફાઇમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લાભ લઇ શકશે. જેમાં સ્વચ્છ સુંદર રંગીન, સર્જનાત્મક રીતે શણગાર કરવામાં આવેલ શૌચાલયને રાષ્ટ્રીય સ્તરના સમારંભમાં પુરસ્કારો એનાયત કરવામાં આવનાર છે. આ હરીફાઇમાં શૌચાલયને સુંદર બનાવવા તેમજ સ્થાનિક કલા સાથે ડિઝાઇન અને સ્વચ્છ ભારત મિશનના સંદેશાઓ સહિત સુત્રો પેઇન્ટ કરવામાં કોઇ પ્રતિબંધ નથી, સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે પેઇન્ટીંગ દ્વારા તેમના ઘરના શૌચાલયમાં કરેલ ચિત્રો, પેઇન્ટીંગવાળા ફોટોગ્રાફ સાથે લગત તાલુકા પંચાયત કચેરી, એસ.બી.એમ. (ગ્રા) શાખાનો સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધામાંથી પસંદગી થયેલ કૃતિ રાજય કક્ષાએ મોકલવામાં આવશે. રાજયની સ્પર્ધાને અંતે જિલ્લાઓની પસંદગી કરી ભારત સરકારને મોક્લવામાં આવશે અને તેમાં વિજેતા થનારને ભારત સરકાર આયોજીત સમારોહમાં પુરસ્કારો એનાયત કરાશે. શ્રેષ્ઠ વ્યકતિગત શૌચાલય જિલ્લા કક્ષાએથી પણ પુરસ્કારો નક્કી કરવામાં આવશે. આ અંગે જિલ્લા કક્ષાએ નિર્ણાયક સમિતિની રચના કરવામાં આવેલ છે વધુ વિગત માટે આપની ગ્રામ પંચાયતની એસ.બી.એમ. શાખાનો સંપર્ક કરવા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

નર્મદા પાઈપલાઈનમાં ભંગાણ થતાં અડધું જામનગર તરસ્યું

Nawanagar Time

આહિર ઉમેદવાર નહીં તો સંસદમાં ભાજપનો ચહેરો કોણ??

Nawanagar Time

પસ્તી કી પાઠશાલા-પસ્તી વેચી 70 ભૂલકાઓને અપાતુ ભણતર

Nawanagar Time

Leave a Comment