Nawanagar Time
ગુજરાત ટેક્નોલૉજી રાજકોટ

1લી ફેબ્રુ.થી ડીટીએચ-કેબલ ઓપરેટરોની મનમાની બંધ

closing-of-dth-cable-operators-by-1st-feb

રાજકોટ:-ટેલિકોમ નિયમન એજન્સી ટ્રાઇ દ્વારા નવા નિયમોની અમલવારી અંગે ડીશ અને કેબલ ઓપરેટરો દ્વારા ઠાગાઠૈયાથી ટ્રાઇ હવે આકરા પાણીએ છે. નિશ્ર્ચિત  મર્યાદામાં નવા નિયમોની અલમવારી અંગે કડક ચેતવણી આપી ટ્રાઇએ બ્લેક આઉટ અને લાયસન્સ રદ્ કરવા સુધીની ચિમકી આપી છે.

ઉલ્લેખનિય છે કે, ટ્રાઇ સામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ ગત્ મહિને કેબલ ઓપરેટરો દ્વારા વિરોધ સ્વરૂપે રેલી, ધરણા સહિતના કાર્યક્રમો અપાયા હતાં. પરંતુ ટ્રાઇ પોતાના નિયમો અંગે અડગ છે. ટેલિકોમ  એજન્સી ટ્રાઇ દ્વારા વારંવાર નવા દરનો અમલ કરવા કહેવાયા છતાં ડીશ અને કેબલ ઓપરેટરો દ્વારા નવા દરોના અમલમાં વિલંબ થઇ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કેબલ ડિઝિટલ અને ડાયરેક્ટ ટુ હોમ મંચો પોતાના 50% ગ્રાહકો પાસેથી જ હજી સુધી તેમના વિકલ્પો મેળવી શકયા છે.

દિલ્હી ખાતે આયોજિત બેઠકમાં ટ્રાઇએ  વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, 1 ફેબ્રુઆરી સુધીની છૂટછાટના સમયમાં નવા દરોનો અમલ થઇ જવો જોઇએ. આમ કરવામાં ચૂક થશે તો વિતરક મંચોને બ્લેકલિસ્ટથી માંડીને લાયસન્સ રદ્ સુધીના પગલાંનો સામનો કરવો પડશે.

ટ્રાઇએ ચેતવણી આપી છે કે, મુદ્ત નવા દરોનો અમલ નહીં થાય તો, વિતરકો બ્રોડકાસ્ટર્સ દ્વારા બ્લેકઆઉટનો સામનો  શકે છે. તાતા સ્કાયને બાદ કરતાં મોટાભાગના ડીપીઓ ગ્રાહકો પાસેથી 50 ટકા કિસ્સામાં વિકલ્પો મેળવવામાં સફળ રહ્યાં છે. જ્યારે તાતા સ્કાય આદેશ સામે દિલ્હી હાઇકોર્ટ પહોંચી છે. તેણે ટ્રાઇના આદેશ મુજબ હજી કામગીરી પણ નથી કરી. ડીશ ટીવીનું કહેવું છે કે, 35% ગ્રાહકો પાસેથી તેમના વિકલ્પો મેળવી ચૂકી છે.  ડીટીએચ તેના 147.8 લાખ ગ્રાહકો પૈકી 50,000 થી પણ ઓછા ગ્રાહકો પાસેથી વિકલ્પો મેળવી શકી છે.

અન્ય ડીપીઓ 40 થી 50 ટકા ગ્રાહકો પાસેથી તેમના વિકલ્પો મેળવી ચૂકયા છે. ડીપીઓ તેમની કાર્યવાહી પુરી કરવામાં ભારે વિલંબ કરી રહ્યાં છે. કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ ડિસેમ્બરના મધ્ય ભાગથી નવા દરો ચાલુ  વ્યવસ્થામાં લાગેલા છે.

Related posts

કેન્દ્ર સરકારનો ‘હેલ્ધી’ નિર્ણય: ડિસેમ્બરથી શાળાઓમાં ફાસ્ટફૂડ પાબંધી

Nawanagar Time

ઉનાળાના પ્રારંભે જ જામનગરમાં પાણીનો પોકાર: ચક્કાજામ

Nawanagar Time

જામનગરના મયુરનગર પરિણીતાની આબરૂ લેવાં પ્રયાસ

Nawanagar Time

Leave a Comment