Nawanagar Time
ગુજરાત

એક મિનિટ : 31st ના મહેફિલ માણવા વાળા ચેતજો, CM રૂપાણીએ આપ્યા છે આ કડક આદેશ…

cm vijay rupani announced strict instruction for leaker

31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને લોકો નવા વર્ષની ઉજવણી કરવાનાં જોરદાર મૂડમાં છે, ત્યારે આ દરમિયાન રાજ્યમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી લોકો દૂર રહેવા તે માટે રાજ્યની પોલીસ સતર્ક છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, “ગુજરાતમાં દારૂબંધી છે માટે કેસ થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, અમે બુટલેગરો અને દારૂ પીનારાઓને ઝડપી રહ્યા છીએ.”

સીએમ વિજય રૂપાણીએ લોકરક્ષક પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તે માટે યોગ્ય આયોજન કર્યું હોવાનું પણ જણાવ્યું છે. તો ડાંગ અકસ્માતને લઇને પણ સીએમ બોલ્યા હતા. તેમણે કહ્યું કે, “હું સુરતમાં જઇને હૉસ્પિટલમાં બાળકોનાં પરિવારને મળ્યો. ડાંગ અકસ્માતની ઘટનામાં ઊંડી તપાસ કરવામાં આવશે. પરમીટ વગર બસ, ડ્રાઇવરની કામગીરી અને સંચાલકોની બેદરકારી અંગે તપાસ થશે. જે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહીની સુચના આપી છે.”

તો 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ન્યૂ યર દરમિયાન દારૂની રેલમછેલ ના થાય તેવું આયોજન કર્યું હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, “31મી ડિસેમ્બરનાં રોજ લોકો દારૂની મહેફિલોનું આયોજન કરે તો તેને રોકવાની પોલીસને કડક સૂચના આપી છે.’

Related posts

સરકારની વાહ-વાહી કરતું હૉર્ડિંગ્સ હટાવવાની તંત્ર તસ્દી લેતું નથી, આચારસંહિતાની ઠેકડી !

Nawanagar Time

જામનગર જિલ્લામાં તંત્રની અણઆવડતથી સર્જાઈ જળસમસ્યા

Nawanagar Time

ગટરના કામના કારણે હવાઇ ચોકનો રસ્તો એક મહિનો બંધ

Nawanagar Time

Leave a Comment