Nawanagar Time
જામનગર

નગરમાં ઠંડીનું પ્રમાણ વધ્યુંઃ મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૪.૭ ડીગ્રીનો જ ઘટાડો થયો છે. જેના પગલે લોકોને ઠંડીમાંથી રાહત મળી રહી છે. મોડી રાતથી વહેલી સવાર સુધી નગરજનોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં મહત્તમ તાપમાનમાં અડધા ફીગ્રીનો આંશિક ઘટાડો  થયો હતો. તેમજ વાતાવરણમાં રહેલા ભેજમાં પણ ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૭.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪.૭ કિ.મી.ની રહેવા પામી હતી.

Related posts

જોડિયા પંથકમાં ગેરકાયદે અપાયેલી રેતીની પરમીટ રદ્દ કરવા ફરિયાદ

Nawanagar Time

ડેપ્યુટી મેયરનો ભાઈ દારૂ-બિયર સાથે ઝડપાયો

Nawanagar Time

સેવા-સદન 4માં RO પ્લાન્ટ શોભાના ગાઠિયા સમાન

Nawanagar Time

Leave a Comment