Nawanagar Time
ગુજરાત જામનગર

કોલ્ડવેવ ! હજુ બે દિવસ ઠુંઠવાવું પડશે

coldwave-you-have-to-beat-for-two-days

જામનગર:-જામનગર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. કાતિલ સૂસવાટ મારતાં પવનો અને ઠંડીથી લોકો ઠૂંઠવાઇ રહ્યા છે, જેનું કારણ ઉત્તર ભારતમાં થઇ રહેલી ભારે હિમવર્ષા છે. આટલી કાતિલ ઠંડી હોવા છતાં હવામાન વિભાગે હજી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહે તેવી આગાહી કરી છે અને હજી પણ તાપમાનનો પારો 3 ડિગ્રી ઘટી શકે છે.

રાજ્યના અલગ અલગ વિસ્તારોના તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન અને વલસાડમાં 11.1 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય મહુવામાં લધુત્તમ તાપમાન 9.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર રહ્યું છે. કંડલા એરપોર્ટ અને વડોદરામાં 10.6 ડિગ્રી તાપમાન, અમદાવાદ અને ડિસામાં 12.8 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પવનના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 2 દિવસોમાં કોલ્ડવેવની અસર સર્જાઇ શકે છે. હવામાન વિભાગ ખેડૂતો માટે પણ માઠા સમાચાર લઇને આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જેના કારણે શિયાળું પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઇ રહી છે.

Related posts

વિકાસ કમિશ્ર્નરના પીએ હટાવવાના આદેશનો વિરોધ કરતાં પ્રમુખ

Nawanagar Time

જામનગરના ધનાઢ્ય બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ચર્ચા

Nawanagar Time

કલ્યાણપુર-ભાટીયા વિસ્તાર રોગોના ભરડામાં, આરોગ્ય તંત્ર ઉંઘમા

Nawanagar Time

Leave a Comment