Nawanagar Time
બ્યુટી ટીપ્સ

વાળોમાં કલર કરવાથી કેન્સર જેવી અનેક બીમારીઓ થાય છે જાણો……

colorful-pain-is-the-result-of-many-diseases-like-cancer

ઉંમર પહેલા વાળ ધોળા થઇ જવાથી દરેક ત્રીજો વ્યક્તિ પરેશાન છે. જેનાથી બહાર આવવા માટે લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. આ હેર કલર તમારા વાળનો દેખાવ બદલી નાખે છે, પરંતુ કદાચ તમે આ બાબતથી અજાણ છો કે તેના ઉપયોગથી આપણે બિમારીઓને આમંત્રણ આપી રહ્યાં છે.

  • કેન્સરનું સંકટ

અમેરિકન કેન્સર સોસાયટી મુજબ ઘણાં રિસર્ચમાં સામે આવ્યું છે કે હેર કલરમાં એવા કેમિકલ હોય છે, જે વાળ દ્વારા આપણા માથાની સ્કિનમાં પ્રવેશ કરે છે. આ કેમિકલ ઘણા હાનિકારક છે, જેનાથી કેન્સર થવાનું સંકટ તોળાય છે.

  • શ્વાસ લેવામાં વાંધો હોવો

જે લોકો અસ્થામાના પીડિત હોય તેવા લોકોએ હેર કલરના ઉપયોગથી બચવુ જોઇએ. જેમાં એવા કેટલાંક કેમિકલ હોય છે, જેને સૂંઘવાથી શ્વાસ સંબંધી પરેશાનીઓ વધી શકે છે.

  • ત્વચા બગડી જવી

કેટલાંક લોકોમાં હેર કલરનો ઉપયોગ કરવો તેની સ્કિન માટે ભારે પડે છે. જેમાં હાજર નુકસાનકારક કેમિકલ સ્કિનની રચનાને બગાડી નાખે છે. જેનાથી બચવા માટે જ્યારે પણ હેર કલર લગાવો ત્યારે હાથમાં ગ્લોવ્સ જરૂર પહેરવા જોઇએ.

  • એલર્જી

કેટલાંક લોકોને હેર કલર લગાવવાથી એલર્જી થવાની સંભાવના રહે છે. જેમાં હાજર કેમિકલ કેટલાંક લોકોને હદતા નથી, જેને કારણે તેમને રંગદ્રવ્ય, ફોલ્લીઓ અને ખંજવાળથી પરેશાની થાય છે.

Related posts

એકદમ ડિફરન્ટ લુક ઈચ્છો છો? તો કરાવો વાળમાં એમ્બ્રોઈડરી

Nawanagar Time

ડેંડ્રફ થી પરેશાન ? ઘરે બનાવો આ હેરપેક અને માત્ર 2 વાર લગાડી ડેંડ્રફ દૂર કરો…

Nawanagar Time

મેથીના આ ફાયદા લગાવશે તમારી બ્યુટીને ચાર ચાંદ…

Nawanagar Time

Leave a Comment