Nawanagar Time
બિઝનેસ

પ્રાઈમરી માર્કેટમાંથી કંપનીઓએ કુલ 18.90 લાખ કરોડ એકત્ર કર્યા

companies-from-the-primary-market-raised-a-total-of-18-90-lakh-crore

નાના રોકાણકારો માટે આકર્ષણ અને કમાણીનું કેન્દ્ર ગણાતા પ્રાઇમરી માર્કેટમાં વિતેલું વર્ષ 2018-19 રિટર્ન આપનારું રહ્યું હોવા છતાં પ્રતિસાદની દ્રષ્ટિએ નિરુત્સાહી રહ્યું હતું. પ્રાઇમરી માર્કેટમાંથી કંપનીઓએ આઇપીઓ, એફપીઓ, રાઇટ્સ, ક્યૂઆઇપી, બોન્ડ્સ, ડિબેન્ચર્સ સહિતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફત રૂ. 18.90 લાખ કરોડ એકત્ર કર્યા હતા.

IPOમાં આકર્ષણ ઘટ્યુ, ડેટ ઈશ્યુની સંખ્યા ત્રણ ગણી વધી

1-આગલાં વર્ષના રૂ. 17 લાખ કરોડની સરખામણીમાં 11.51 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે, કંપનીઓનું વલણ ડેટ માર્કેટ તરફ વધ્યુ છે. ચાલુ વર્ષે કુલ 23 કંપનીઓએ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફત રૂ. 34,965.12 કરોડ એકત્ર કર્યા છે. જે ગતવર્ષે માત્ર 8 કંપનીઓ દ્વારા રૂ. 5,167.31 કરોડ એકત્ર કર્યા હતા.

2-આઈપીઓમાં આકર્ષણ ઘટ્યુ: 2017-18માં જોવા મળેલો આઈપીઓનો ધોધ 2018-19માં સુકાઈ ગયો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી, 2019 સુધી માં 12 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 63 કરોડ એકત્ર કર્યા હતા. તેની સામે 2017-18માં 45 આઈપીઓ દ્વારા રૂ. 81,553 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જે 2013-14માં આઈપીઓના દુકાળ પછીના છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ રહ્યું હતું. 2013-14માં 1, 2014-15માં 8, 2015-16માં 24, 2016-17માં 25 આઈપીઓ આવ્યા હતા.

3-વર્ષાન્તે SME IPOનો પણ ફ્યુઝ ઊડ્યો: 2018-19ના વર્ષમાં કુલ 98 એસએમઈ આઈપીઓએ રૂ. 1,506.70 કરોડ એકત્ર કર્યા હતા. પરંતુ જાન્યુઆરી-19 પછી સંખ્યાબંધ ઇશ્યૂઓમાં નજીવું કે નેગેટિવ રિટર્ન છૂટવાના કારણે મોટાભાગના આઈપીઓ રદ્દ અથવા સ્થગિત કર્યા હતા. આશરે 50 ટકાથી વધુ એસએમઈ આઈપીઓ ઈશ્યુ પ્રાઈસથી નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. 2017-18માં કંપનીઓએ કુલ 154 એસએમઈ આઈપીઓ દ્વારા રૂ. 2,213.39 કરોડ એકત્ર કર્યા હતા.

રાઇટ્સ ઇશ્યૂમાં પણ રોંગ સિગ્નલ્સ

4-રાઈટ્સ ઈશ્યૂની સંખ્યા અને રકમમાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગતવર્ષે 20 રાઈટ ઈશ્યુ દ્વારા રૂ. 21,397 કરોડની સામે ચાલુ વર્ષે માત્ર 8 રાઈટ ઈશ્યુ મારફત રૂ. 01 કરોડ એકત્ર કરાયા હતા. તે જ રીતે ફેબ્રુઆરી, 2019 સુધી કુલ 2175 કોર્પોરેટ બોન્ડ અને ડિબેન્ચર્સ દ્વારા રૂ. 4,73,571.03 કરોડ એકત્ર કર્યા છે.

5-2017-18માં 2438 કોર્પોરેટ બોન્ડ અને ડિબેન્ચર્સ ઈશ્યુ કરી રૂ. 6,55,415.76 કરોડ ફંડ એકત્ર થયા હતા. 10 ક્યુઆઈપી દ્નારા 6,107 કરોડ માર્કેટમાંથી એકત્ર કર્યા છે. કોમર્શિયલ પેપર દ્વારા એકત્ર થતુ ફંડ ચાલુ વર્ષમાં વધી રૂ. 13,40,452.97 કરોડ નોંધાયુ છે. ગત વર્ષે 6818 કોમર્શિયલ પેપર દ્વારા રૂ. 12,55,488 કરોડ ફંડ એકત્ર થયુ હતું.

કોર્પોરેટ સમુદ્ધિ વધતા ટેકઓવરનુ પ્રમાણ વધી 65 થયુ

6-કંપનીઓના ટેકઓવરનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં વધ્યુ છે. 2018-19 દરમિયાન કુલ 65 કંપનીઓ ટેકઓવર પ્રોસેસ હાથ ધરી હતી. જોકે, ટેકઓવર માટેની દરખાસ્ત કરાયેલી રકમ પૈકી ટેકઓવર માટે વપરાયેલી રકમનું પ્રમાણ આ વર્ષે ખાસ્સું નીચું રહ્યું હતું. ડિલિસ્ટ સંખ્યા આ વર્ષે 7ની રહી હતી.

Related posts

ધ્રોલ યાર્ડમાં ચણા ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તપાસના આદેશ

Nawanagar Time

કોરોનાકાળ કરાવી શકે કમાણી!

Nawanagar Time

જેટ એરવેઝે કર્મચારીઓ માટે મેડિક્લેમ સુવિધા બંધ કરી, કહ્યું- પોતાની રીતે વ્યવસ્થા કરો

Nawanagar Time

Leave a Comment