Nawanagar Time
ગુજરાત જામનગર

‘ધનપતિ’ઓના દબાણ નહીં ‘તોડ’નાર ‘જામ્યુકો’ વિરૂદ્ધ એસીબીમાં ફરિયાદ

complaint-against-the-acb-against-jamnagar-municipal-corporation

જામનગરના જાગૃત નાગરિકે એસીબીમાં ધનપતિઓના ગેરકાયદેસર દબાણોના લીસ્ટ સાથે ફરિયાદ કરતાં તપાસનો ધમધમાટ શરૂ

જામનગર:-જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં માલેતુજારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાને બદલે  વહીવટ કરી આવા દબાણો પ્રત્યે આંખ મિચામણાં કરતી હોવાની વાત જગજાહેર છે ત્યારે આ મામલે શહેરના એક જાગૃત નાગરિકે આધાર પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને ટુંક સમયમાં જ કડાકા ભડાકા થાય તેવા સ્પષ્ટ નિર્દેશો સાંપડી રહયા છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકામાં  નગરી ગંડુ રાજા સ્થિતી વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી દબાણો હટાવવા મામલે મોટા મોટા વહીવટો કરી સત્તાધિશો સંતોષ માની રહયા છે અને બીજી તરફ ગરીબોના દબાણ હટાવી કામગીરી કર્યાનો દેખાવ કરવામાં આવી રહયો છે. ત્યારે ભ્રષ્ટાચારીઓને આ નીતિ પાપ છાપરે ચડી પોકારે તે ઉકિત મુજબ એક જાગૃત નાગરીક દ્વારા મહાપાલિકાની  નિતીને ઉજાગર કરી એસીબીમાં આધાર પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે.

બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ આ ગંભીર ફરિયાદ બાબતે પગલાં લેવાની શરૂઆત કરી જાગૃત નાગરિક પાસેથી તમામ પુરાવા હાથવગા કરાયા હોવાનું સુત્રો જણાવી રહયા છે. વધુમાં જાગૃત નાગરિક દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં દબાણ  મામલે કરવામાં આવેલી કામગીરીની વિશેષ છણાંવટ કરી જે જે માલેતુજારોના દબાણ નથી હટયા તેનું લાંબુ લચક લીસ્ટ પણ સુપરત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવામાં બેધારી નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે અને ગરીબ વિસ્તારોમાં બીપીએમસી એકટની કલમ 260 (1), 260 (2) મુજબ  આપી ધડાધડ આવા બાંધકામ તોડી પાડવામાં આવે છે જયારે ધનકુબેરોના દબાણ હટાવવામાં મહાનગરપાલિકાના સત્તાધિશો રીતસર લાજ કાઢી 260 (1), 260 (2)ની નોટીસો ફટકાર્યા બાદ વર્ષો સુધી દબાણ હટાવવાને બદલે ગજવા ગરમ કરી લઇ નોટીસ આપ્યાનો સંતોષ માની લે છે.

જો કે, માલેતુજારોના દબાણોનો મામલો હવે એન્ટી કરપ્શન બ્યુરો સુધી  આવનારા દિવસોમાં ગુલાબનગર, દિગ્વીજય પ્લોટ, ગોલ્ડન સીટી, ઇન્દીરા માર્ગ, ગ્રેઇન માર્કેટ, સુભાષ માર્કેટ સહિતના વિસ્તારોમાં કાયદાની ઐસી તૈસી કરી ખડકાયેલા દબાણો તોડી પાડવા જામ્યુકોને મજબુર બનવુ પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

કવિ દલપતરામની 200મી જન્મજયંતિ પ્રસંગે રવિવારે જામનગરમાં કાવ્યાંજલિ

Nawanagar Time

જેનબબેન કો ગુસ્સા ક્યોં આયા…? મેડિકલ ઓફિસરને ફડાકા ઝીંક્યા

Nawanagar Time

દૂધની આડમાં શીખંડ, ફલેવર મિલ્ક મંગાવનાર એજન્સી સીલ

Nawanagar Time

Leave a Comment