Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સ કંપનીમાંથી પાંચ લાખના કોપર વાયરની ચોરીની ફરિયાદ

complaint-of-5-lakh-copper-wire-stolen-from-reliance-company

અન્ય એક શંકાસ્પદ ભૂમિકામાં, આરોપીઓ ખાનગી કોન્ટ્રાકટ પેઢીના માણસો

જામનગર:-જામનગર નજીકની રિલાયન્સ કંપની આ સેઝ વિસ્તારમાંથી પાંચ લાખની કિંમત ઉપરાંતના કોપર વાયરની ચોરી થઈ હોવાની મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. રિલાયન્સ કંપનીમાં જ કાર્યરત એક ખાનગી પેઢીમાં કામ કરતા  હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર-ખંભાળિયા રોડ પર આવેલી રિલાયન્સ કંપનીમાંથી વધુ એક વખત કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની ગ્રુપ કંપની ફાઇનટેકમા  સ્ટોર ઓફીસર તરીકે નોકરી કરતા મિયાઝર અરજણભાઇ વાચા નામના કર્મચારીએ મેઘપર  ફરિયાદ નોંધાવી હતી. જેમા  મહમદ હનીફ જુસબભાઇ મુલ્લા,  હાસમ મઝજીદ મુલ્લા,  ઇમ્તીયાઝ આમદભાઇ મુલ્લા, ધર્મેન્દ્રસિંહ રઘુભા વાળા નામના શખ્સોએ રિલાયન્સ કંપનીના સી.એમ.સી યાર્ડ નં 1 સેઝ આરએલએસ એરીયામાંથી કુલ કોપર કેબલ વાયર 1210 મીટર કિ.રૂ.  5,37,240નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ શખ્સો રિયાયન્સ કંપનીમા કોન્ટ્રાકટરના માણસો તરીકે કામ  હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

Related posts

જામનગરમાં સાદગીથી ઇદ-ઉલ-અઝહા ઉજવણી

Nawanagar Time

સૌરાષ્ટ્ર પર મેઘકૃપા થતા ખેડૂતો ખુશ, 13 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ

Nawanagar Time

ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી આ ગામની સરકારી શાળા

Nawanagar Time

Leave a Comment