Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા મામલતદાર કચેરીના સર્કલ ઇન્સ્પેકટર સામે બાર રેવન્યુ એસોસીએશનની જિલ્લા કલેકટરને ફરિયાદ

complaint-to-district-collector-of-bar-revenue-association

નહીં તો આંદોલન: કોર્ટમાં ફરિયાદ થશે

ખંભાળિયા:-ખંભાળિયા મામલતદાર ઓફિસમાં સર્કલ  ખંભાળિયા વિરૂઘ્ધમાં રેવન્યુ બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવીને તેમની સામે પગલા લેવા માંગ કરાઇ છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ગુજરાત સરકારે પત્ર બહાર પાડીને ઇ-ધરા મામલતદારમાં એન્ટ્રી પાડયાનો નમૂના 6 તથા નમુના 7નો હુકમ કરાયો છે.

આ અંગે અરજદારો દ્વારા ખંભાળિયા મામલતદાર કચેરીના સર્કલ ઇન્સ્પેકટર મનદીપસિંહ  નોંધ પાડવા કહેતા નોંધના નિકાલ કરતા નથી તથા પછી હું આ અંગે નિર્ણય લઇશ તેમ જણાવી મનસ્વી વર્તન તથા ઉડાઉ જવાબ આપતા હોવાની ઘણી ફરિયાદો થયેલ છે.

મામલતદાર કચેરીમાં સ્કોર્ડ હોવા છતાં પણ નોંધ નામંજુરની ધમકીઓ આ અધિકારી આપે છે તથા પ્રમોલગેશન થયેલ હોય તેવા કેસમાં નોંધના કાગળો માંગવાના  હોતા નથી છતાં માંગવામાં આવે છે.

રી-સર્વેમાં પ્રમોલગેશનમાં સુધારા વધારા થયા હોય યેનકેન પ્રકારે સર્કલ ઇન્સપેકટર આર્થિક લાત લેવા ઉત્સુકતા દેખાડે છે તથા આજદારો તથા વકીલોને હેરાન પરેશાન કરી નોંધ કેન્સલ કરવા ધમકીઓ આપે છે. આ બાબતે તુરંત યોગ્ય ના થાય તો કાનૂની રાહે ફરિયાદની ચીમકી આપવામાં આવી છે.

Related posts

જામનગરમાં ઘરેલુ હિંસાનું પ્રમાણ ઘટયું..!

Nawanagar Time

શિવરાજપુર બીચ માત્ર સ્વિમિંગ માટે: જાહેરનામુંસેફ સ્વિમ હેવનમાં માછીમારી-વોટર સ્પોટર્સની મનાઈ

Nawanagar Time

ફરસાણના વેપારીઓ સામે સરકારનું કડક વલણઃ અન્યથા થશે આજીવન કેદની સજા

Nawanagar Time

Leave a Comment