Nawanagar Time
ગુજરાત જામનગર

ખોડિયાર કોલોનીમાં ગેરકાયદેસર બાંધકામ મામલે કમિશ્નરને ફરિયાદ

complaint-to-the-commissioner-for-illegal-construction-in-khadiyar-colony

માર્જીન છોડ્યા વગર મહાદેવ મંદિર પાછળ થઇ રહેલા બાંધકામ અંગે ટીપીઓ કહે છે રાજકીય પ્રેસર છે પગલાં નહીં લઇ શકીએ !

જામનગર:-જામનગર શહેરના ખોડીયાર કોલોની જેવા પોશ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો થઇ રહ્યા હોય આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા મ્યુ.  ફોટોગ્રાફીના પુરાવા સાથે ફરિયાદ કરી છે જો કે, આ અગાઉ ટાઉન પ્લાનીંગ વિભાગ અને એસ્ટેટ વિભાગમાં ફરિયાદ કરવા જતાં પગલાં લેવાને બદલે ટી.પી.ઓ.એ રાજકીય પ્રેસરના કારણે પગલાં ભરવાં અસમર્થતા દાખવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પાસે દિપકભાઇ જયંતીભાઇ ગોંડલીયા નામના વ્યકિત દ્વારા  અંગેના નીતિ નિયમોની વિરૂદ્ધ જઇ માર્જીન છોડયા વગર બીમ-કોલમવાળું બાંધકામ શરૂ કરતાં આ મામલે સીકંદર આઇ. દલવાણી નામના જાગૃત નાગરિકે મ્યુ. કમિશ્નરને લેખીત ફરિયાદ કરી આ બાંધકામ તાકીદે અટકાવવા માંગણી કરી હતી.

દરમિયાન મ્યુ. કમિશ્નરને લેખીત ફરિયાદ કરવા છતાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આ બાંધકામ સતત ચાલુ રહેતાં વધુ એક  જાગૃત નાગરિકે ફરિયાદ કરી ટાઉન પ્લાનીંગ વિભાગને પગલાં ભરવા જણાવ્યું હતું પરંતુ ટાઉન પ્લાનીંગ વિભાગે સ્પષ્ટપણે કહયું હતું કે, આ બાંધકામ અમે ન અટકાવી શકીએ કારણ કે રાજકીય માણસોની ભલામણ છે જો બાંધકામ અટકાવીએ તો અમોને તકલીફ પડે.

ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો કાયદેસરનો બિઝનેસ ચાલી રહ્યો  જેમાં પ્રોટેકશન મની વસુલી રાજકીય માથાની સાથે અન્ય વગદારો પણ આવ્યો એટલો નફો કરી આવા ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યા છે ત્યારે ખોડિયાર કોલોની વિસ્તારના આ ગેરકાયદે બાંધકામ પ્રકરણમાં ફોટોગ્રાફી સહિતના પુરાવા સાથે મ્યુ. કમિશ્નરને ફરિયાદ થતાં હવે નવા કમિશ્નર કેવો રૂખ અપનાવે છે તે જોવાનું રહ્યું.

Related posts

‘નળ સે જળ..’ની વાતો વચ્ચે જામનગરમાં હજી’યે ડંકીયુ!

Nawanagar Time

દ્વારકા: નાગેશ્ર્વર-ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ

Nawanagar Time

કાલાવડના બાલંભડીમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાને વળગાડ હોવાનું કહી ત્રાસ ગુજારતાં સાસરિયાઓ

Nawanagar Time

Leave a Comment