Nawanagar Time
સ્વાદ પકવાન

કંડેસ્ડ મિલ્ક 10 દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે, ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો

condensed-milk-can-be-stored-for-up-to-10-days-you-can-easily-prepare-at-home

દૂધને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તેને કંડેસ્ડ મિલ્કમાં કન્વર્ટ કરી લો. તેને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. તેને બનાવવા માટે 4 કપ ક્રીમયુક્ત દૂધ અને 1 કપ ખાંડની જરૂર પડશે.

ઘરે આ રીતે બનાવો

  • એક પેનમાં દૂધ અને સાકર ધીમા તાપે ગરમ કરો. તેને ત્યાં સુધી ગરમ કરવાનું છે, જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ ઓગળી ન જાય
  • દૂધમાં હૂંફાળો આવતા સમયે તેના પર ફીણ બનવા લાગશે, તેને ચમચીથી હટાવી દો
  • જયારે સાકર દૂધમાં ભળી જાય ત્યારે સ્ટવ ધીમા તાપે સેટ કરો
  • તેને ચમચીથી હલાવવાનું નથી, નહીં તો તે રવા જેવું થઇ જશે
  • તેને લગભગ 35-40 મિનિટ સુધી ધીમા તાપે પકાવો જેથી તે ક્રિમ જેટલું ઘટ થાય. તેનો રંગ પણ ક્રિમી થઇ જશે
  • જયારે તે ઘટ થઇ જાય તો તેને સ્ટવ પરથી ઉતારી લો. હવે એક કાચના જારમાં કંડેસ્ડ મિલ્કને ઠંડુ કરવા માટે રાખો. જયારે તે ઠંડુ થઇ જાય ત્યારે તેને ફ્રિજમાં સ્ટોર કરો
  • તેનો સ્વાદ વધારવા માટે તેમાં વેનીલા એસેન્સ પણ નાખી શકો છો
  • લગભગ 10 દિવસથી વધુ સમય માટે તેને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે

Related posts

આ છે સાઉથની પ્રખ્યાત ડિશ અપ્પમ બનાવવાની સરળ પદ્ધતિ

Nawanagar Time

ઘરે જ માત્ર 10-15 મિનિટમાં બનાવો આ ટેસ્ટી સેઝવાન સોસ

Nawanagar Time

પિઝા ના શોખીન માટે છે આ બ્રેડ પિઝાની રેસિપી…

Nawanagar Time

Leave a Comment