Nawanagar Time
ગુજરાત જામનગર

જીતના દાવા સાથે ફોર્મ ભરતાં કોંગી ઉમેદવારો

congrats-candidates-forming-form-with-winning-claims

માજી સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, ચંદ્રીકાબેન ચુડાસમા સહિતના આગેવાનોની હાજરીમાં વિશાળ સભા

જામનગર: લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે આજે જામનગર લોકસભા બેઠક પરથી મુળુભાઇ કંડોરિયા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે જયંતિભાઇ સભાયાએ જીતના દાવા  વિશાળ જન મેદનનીને સંબોધન કર્યા બાદ ઉમેદવારીપત્રો ભર્યા હતાં.

શહેરના ઓશવાળ સેન્ટર ખાતે આજે કોંગ્રેસ દ્વારા નામાંકન કાર્યક્રમ અંતર્ગત વિશાળ જનસભા યોજવામાં આવી હતી. જેમાં પૂર્વ વિપક્ષી નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા, માજી સાંસદ વિક્રમભાઇ માડમ, ધારાસભ્ય ચિરાગ કાલરિયા, પ્રવિણભાઇ મુસડિયા, ચંદ્રિકાબેન ચુડાસમા, ભીખુભાઇ વારોતરિયા, અશોક લાલ, સહીતના અગ્રણીઓ હાજર રહયા  અને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસના બન્ને ઉમેદવારોને જીતવવા કામે લાગી જવા તમામ કાર્યકરોને અનુરોધ કર્યો હતો.  આ તકે જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાએ ભાજપની નીતિઓને આડે હાથ લીધી હતી અને આ બેઠક પર કોંગ્રેસને જીત મળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરતાં કોંગ્રેસ વિચારધારાને વરેલી છે અને  વર્ષમાં પ્રજાહિતના કાર્યો કર્યા છે તેમ જણાવી પ્રવર્તમાન કેન્દ્ર રાજય સરકારની નિતીના પાપે આમ આદમીથી લઇ ખેડૂત, વેપારીઓ દુ:ખી- દુ:ખી હોવાનું જણાવાયું હતું.

જામનગર ગ્રામ્ય લોકસભાના મજબુત ઉમેદવાર જયંતિભાઇ સભાયાએ ભાજપ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ખેડૂતો દુ:ખી છે અને કંપનીઓ માલામાલ છે, હું કેવી આઇટમ  એ ભાજપને બતાવી દઇશ તેમ જણાવી જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસ જંગી બહુમતીથી ચૂંટણી જીતશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

આ સભામાં માજી સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ વિપક્ષી નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા, ધારાસભ્ય ચિરાગ કાલરિયા, પ્રવિણભાઇ મુસડિયા, ચંદ્રિકાબેન ચુડાસમા અને અશોક લાલે પણ પોતાના વકતવ્યમાં ભાજપને આડે હાથ લીધું હતું.  સમાપન બાદ જામનગર લોકસભા અને વિધાનસભા ગ્રામ્ય બેઠકના બન્ને ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો ભર્યા હતાં.

congrats-candidates-forming-form-with-winning-claims
congrats-candidates-forming-form-with-winning-claims

અનેક આગેવાનો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના નામાંકન કાર્યક્રમમાં આજે જામનગરના પૂર્વ કોર્પોરેટર તુલસીભાઇ સભાયા, મેઘજીભાઇ સાવલિયા, ભોલાભાઇ રામદેવભાઇ ચેતરિયા, કલ્યાણપુરના માજીતાલુકા પ્રમુખ મશરીભાઇ ગોરિયા, જામકંડોરણાના સરપંચ રણમલભાઇ હડિયલ, અનીલભાઇ મનજીભાઇ સભાયા અને મુકેશભાઇ સભાયા  છોડી આજે વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા એ જ રીતે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને કોળી સમાજના અગ્રણી મનહરભાઇ મકવાણા, વિજયભાઇ વાનખેડે પણ કોંગ્રેસમાં જોડાયા હતાં. આ ઉપરાંત ઠાકરસેરડીના સતવારા સમાજના આગેવાન જયસુખભાઇ અને ચેલા ગામના જયેન્દ્રભાઇ જાડેજાએ પણ કોંગ્રેસનો હાથ થામ્યો હતો.

Related posts

જામનગર જિલ્લા-તાલુકા પંચાયતમાં વરસાદી પાણી ઘૂસ્યા: વ્યાપક નુકસાન

Nawanagar Time

જામનગરમાં ઉઘરાણી બાબતે યુવાનના ગળા ઉપર અસ્ત્રો ફેરવી દીધો

Nawanagar Time

કોસ્ટગાર્ડે ઝડપેલું વહાણ પાક.ના સંપર્કમાં હોવાનો ધડાકો

Nawanagar Time

Leave a Comment