Nawanagar Time
ગુજરાત જામનગર

કોંગ્રેસે વલ્લભ ધારવિયાનું પૂતળું બાળ્યું

congress-burnt-vallabh-dharaviyas-statue

જામનગર:-કોંગ્રેસ છોડવાના સીલસલામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પણ ઉમેરાયા હોવાની જાણ થતાં જામનગર કોંગ્રેસમાં રોષનું મોજું છવાયું હતું. જેને વાચા આપવા લાલબંગલા સર્કલમાં સુત્રોચ્ચાર કરીને તેનું પૂતળું બાળવામાં આવ્યું હતું.

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યાના ખબર ફેલાતા કોંગ્રેસના  તેમના ફોન નંબર પર ફોન કર્યા હતાં. પરંતુ તેઓના તેમજ તેના ડ્રાઇવરના ફોન બંધ મળ્યા હતાં. બાદમાં તેના રાજીનામાના સમાચાર આવતાં જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિગુભા જાડેજા, શહેર પ્રમુખ ગિરિશભાઇ અમેથીયા, મ્યુ. વિપક્ષી નેતાન અલ્તાફભાઇ ખફી તેમજ કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ લાલબંગલા સર્કલમાં તેના વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરીને તેના પૂતળાને બાળીને  વ્યકત કર્યો હતો.

congress-burnt-vallabh-dharaviyas-statue
congress-burnt-vallabh-dharaviyas-statue
congress-burnt-vallabh-dharaviyas-statue
congress-burnt-vallabh-dharaviyas-statue

ઉલ્લેખનીય છે કે, વલ્લભભાઇ ધારવીયા કોંગ્રેસમાં આવ્યા ત્યારે પણ ગ્રામ્યના અમુક નેતાઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર તેના પૂતળાને બાળીને રોષ વ્યકત કર્યો હતો અને તેના રાજીનામા બાદ પણ કોંગ્રેસ દ્વારા તેમનું પૂતળું બાળવામાં આવ્યું હતું. આમ તેના પક્ષમાં આગમન અને હવે નિશ્ર્ચીત મનાતી વિદાય વેળાએ પણ  દહનનો અજબ યોગાનુયોગ સર્જાયો છે.

Related posts

જગત મંદિરનો એક જ ગેઈટ ખૂલ્લો રખાતા ભીડ: હોબાળો થતાં અન્ય દ્વાર ખોલાયા

Nawanagar Time

બેડી વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ઉપર ઝળુંબતો ખતરો

Nawanagar Time

21 નવી ટીપી સ્કિમની અમલવારી, વિકાસના અનેક પ્રોજેક્ટ

Nawanagar Time

Leave a Comment