Nawanagar Time
ગુજરાત જામનગર

કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ પાસે 10 કરોડની સંપત્તિ

congress-candidate-moolubhai-has-assets-of-10-crores

7 કરોડની સ્થાવર અને 3 કરોડની જંગમ મિલકતો: ઓખા પોલીસ મથકમાં એક ગુનો

જામનગર:-જામનગરમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાએ ઉમેદવારી ફોર્મ ભરી તેઓએ તેમની અને તેમના જીવનસાથીની સ્થાવર મિલકત રૂા. 7 કરોડની જયારે બેંક બેલેન્સ, અન્ય રોકાણો મળી જંગમ મિલકત રૂા. 3 કરોડની હોવાનું જાહેર કર્યું છે. સાથો-સાથ  પર ઓખા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાનું પણ દર્શાવાયું છે.

જામનગર લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસે આહિર સમાજના મુળુભાઇને ટીકીટ આપી હોવાથી અહીં આહિર સમાજના બન્ને પ્રતિનિધિ વચ્ચે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. મુળુભાઈએ ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે હાથ ઉપર રૂા. 5 લાખની રોકડ રકમ છે.  જૂદી જૂદી ત્રણ બેંકમાં ખાતા ધરાવે છે. સ્થાવર મિલકતોમાં પોતાના નામે 10 એકર અને જીવનસાથીના નામે 3 એકર અને પરિવારના નામે 28 એકર વારસાઇ જમીન હોવાનું સોગંદનામામાં દર્શાવાયું હતું.  જામનગરની ડીકેવી કોલેજમાં 1978 – 1979માં ઇકોનોમિકસમાં બીએ થયેલા મુળુભાઇ સામે આચારસંહિત ભંગનો ગુનો ઓખા પોલીસ મથકમાં ક્રમાંક 192/07 થી  હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

Related posts

શહેરમાં વધુ બે ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર

Nawanagar Time

જામનગરમાં ગેરકાયદે ધમધમતી મોદી સ્કૂલને 40 હજારનો દંડ

Nawanagar Time

જામનગરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, મોતમાં નહીં: 17 મોત

Nawanagar Time

Leave a Comment