Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભાની 16 બેઠક જીતવાનું કોંગ્રેસનું સ્વપ્ન ચકનાચૂર

congress-dream-of-winning-16-lok-sabha-seats-in-chaknachur

કોંગ્રેસના ધારાસભ્યોને તોડી પોતાનું પલડું મજબૂત બનાવતું ભાજપ

જામનગર:-ગુજરાતમાં લોકસભાની 2014ની ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર કો:ગ્રેસના સૂપડાં સાફ થયા બાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સાથી  અને અપક્ષ સાથે 81 બેઠકો કબ્જે કર્યા પછી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે 16 બેઠકો ઉપર મદાર બાંધ્યો હતો. પરંતુ એર સ્ટ્રાઈકને કારણે મોદી સરકારની વાહ વાહ થતાં અને અત્યારે ભાજપમાં નાતરું કરવા માટે ચાલી રહેલી રેસના લીધે હવે કોંગ્રેસના સપના તહસનહસ થઇ એની માઠી દશા બેઠી છે. તો બીજી  ભાજપનું પલ્લું ભારે થઇ ગયું છે.

2017ના પરિણામોના આધારે કુલ 16 બેઠકો જતવાનો પાર્ટીએ આશા રાખી હતી. આમાં 8 લોકસભા બેઠકોના વિધાનસભા ક્ષેત્રોમાં કોંગ્રેસને ભાજપ કરતા વધુ મળ્યા હતા. એટલે આ 8 લોકસભા બેઠકો પક્ષના ધારાસભ્યોના પીઠબળથી સીધેસીધી જીતી જવાશે એવી પાર્ટીની ગણતરી હતી. આ બેઠકો જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર,  બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચ ગણાવાઈ રહી છે.

અન્ય 8 લોકસભા બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષ જોર લગાવી મહેનત કરશે તો નીકળી જવાશે એવી ગણતરી હતી કેમ કે આ 8 પૈકી 6 લોકસભા બેઠકોના વિધાનસભા ક્ષેત્રોમાં 2017માં ભાજપનું જીતનું માર્જીન 25 હજાર મતોથી ઓછું હતું. આ બેઠકોમાં કચ્છ, પોરબંદર, જામનગર,  દાહોદ અને બારડોલી ગણાવાઈ રહી છે. જયારે અન્ય 2 લોકસભા બેઠક ખેડા અને છોટાઉદેપુરના વિધાનસભા ક્ષેત્રોમાં 2017માં હારનો તફાવત 50 હજાર મતોથી ઓછો હોય લોકસભાની ચૂંટણીમાં આટલું ઓછું માર્જીન કંઇ ના કહેવાય, એવું પાટી માનતી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પુલવામામાં આતંકી હુમલા બાદ થયેલી એર સ્ટ્રાઈક અને ભાજપના ભરતી  પછી ચિત્ર સમૂળગું પલટાઈ ગયું છે અને શ્યોર ગણાતી બઠકો ઉપર પણ પાર્ટીએ ખુબ મહેનત કરવી પડશે. પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ રાજયમાં બે દિવસથી સર્જાયેલા રાજકીય વાવાઝોડાનો રિપોર્ટ પણ હવે રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિને આપવો પડશે.

Related posts

પાટીલના ઇશારાથી જામનગર ચૂંટણી લડવા માંગતા ભાજપના હોદ્દેદારોને ધ્રાસ્કો

Nawanagar Time

મોદી સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાત ગજવશે

Nawanagar Time

સ્ટાઈપેન્ડ વધારો અથવા ફરજમુકત કરો: તબીબી છાત્રોનું અલ્ટિમેટમ

Nawanagar Time

Leave a Comment