Nawanagar Time
ગુજરાત જામનગર

પાકવીમો-ટેકાના ભાવ સહિતના મુદ્દે લાલપુરમાં આવેદન આપતી કોંગ્રેસ

congress-giving-appeals-to-lalpur-on-issues-related-to-pensions-backed-prices

કેન્દ્ર-રાજ્યની સરકાર ખેડૂતોને બદલે મૂડીવાદીઓનું હિત ધ્યાને લેતી હોવાનો આક્રોશ

લાલપુર:-લાલપુરમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં તેમજ પ્રશ્ર્નોનું નિરાકરણ ન થતાં ખેડૂતો દ્વારા આવેનદ પત્ર પાઠવ્યો છે. આ લેખિત આવેદનમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં ખેડૂતોના નામે માત્ર મોડો અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના ખર્ચા કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના મુળભૂત પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે ખેડૂતોની આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે. રાજયના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી પાક વિમાનું પ્રીમીયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસિડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓમાં લાભ કરાવી આપવા કૃષિ ફસલ વિમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચી પાક વિમાનું પ્રિમીયમ ફરજીયાત કાપી લેવાની યોજના કરી છે. ખેતી માટે વીજ જોડાણો વર્ષો સુધી આપવામાં આવતા નથી. રાજયમાં ખેડૂતોને ગુણવતાયુકત બિયારણ અને જંતુનાશકો વ્યાજબી ભાવે મળતા નથી. ખેડૂતોની કિંમતી ખેતી લાયક  જમીનો ઝુંટવી લેવા જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. મગફળી કાંડ જેવી ઘટનામાં તટસ્થ ન્યાયિક તપાસ હાથ ધરવાને બદલે ભાજપના મળતિયાઓને છાવરવા માટે સરકારી તંત્રનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છેે. જમીનના રેકર્ડ અંગે બાદ જુના રેકોર્ડની જગ્યાએ નવા રેકર્ડની કામગીરી માટે ગુજરાત રાજય સરકારે ખાનગી કંપનીને રોંકીને 262 કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિસર્વેની ક્ષતિમુકત કામગીરીને લીધે રાજયના ખેડૂતોમાં ભારે આક્રોશ છે.

આમ રાજયની ભાજપ સરકાર તમામ મોરચે સદંતર નિષ્ફળ નીવડી છે. લોકહિત કે પ્રજાની સુખાકારીની કોઇ યોજનાઓ કે કામગીરી થતી નથી. માત્ર મૂડીપતિઓે અને ભાજપના મળતિયાઓ દ્વારા સરકારી તંત્રનો અંગત લાભ માટે બેફામ દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં ગુજરાત રાજયની પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યારે હરહંમેશ પ્રજાની પડખે રહેવાની કોંગ્રેસની નિતીને અનુરૂપ કોંગે્રસ પક્ષ રાજયની ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાને વખોડી કાઢે છે અને તાકિદે પ્રજાની સુખાકારી અને લોકહિતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગણી કરે છે.

Related posts

જામનગર સહિત સૌરાષ્ટ્રના મહાનગરોમાં મૃત્યુદર 15ગણો વધારે

Nawanagar Time

ખંભાળિયા પાલિકા અને પાણી પુરવઠા બોર્ડના ગજગ્રાહમાં જનતાનો મરો

Nawanagar Time

ધ્રોલ પંથકની તરૂણી પર ગેંગ રેપમાં ચારેય આરોપીને આજીવન કારાવાસ

Nawanagar Time

Leave a Comment