Nawanagar Time
નેશનલ

કોંગ્રેસ વારાણસીથી પ્રિયંકા વાડ્રા અને ઈન્દૌરથી દબંગ સલમાનને મેદાને ઊતારશે

congress-will-remove-priyanka-vadra-from-varanasi-and-indore-to-dabangg-salman

નવીદિલ્હી:-કોંગ્રેસના મહાસચિવ પદે બિરાજી રાજકિય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રિયંકા વાડ્રા (ગાંધી) આગામી લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે તો બૉલિવૂડ સ્ટાર સલમાનખાનને ઈન્દૌરથી ચૂંટણી લડાવવા કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢી હોવાનું જાણવા મળ્યું છે.

અભિનેત્રી કરીના કપૂર મધ્યપ્રદેશથી ચૂંટણી લડશે તેવા સમાચાર બાદ હવે બોલીવુડનો ‘દબંગ’ સલમાન ખાન પણ રાજનીતિમાં પોતાના હાથ અજમાવશે તેવા સમાચારોને કારણે રાજકીય વાતાવરણ ગરમ થયું છે. કોંગ્રેસનાં પ્રદેશ સચિવ રાકેશ યાદવે નિવેદન આપ્યું કે, સલમાન ખાનનાં નામ પર કોંગ્રેસ વિચાર કરી રહી છે. સલમાન ખાન જો ઇન્દૌરથી ચૂંટણી લડશે તો ફાયદો રહેશે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાને લાંબો સમય ઇન્દૌરમાં વિતાવ્યો છે. તે ઇન્દૌર આવતો રહે છે. તેણે ઘણીવાર ઇન્દૌર પ્રત્યે પોતાના પ્રેમને પણ દર્શાવ્યો છે. આ પહેલા સલમાન ખાનનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો હતો. જેમાં તે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથની તારીફ કરી રહ્યો છે. તે કહી રહ્યો હતો કે, જો હું છિંદવાડાથી હોત તો કમલનાથને વોટ આપત. સલાન ખાન પહેલા કરીના કપૂર ખાન ભોપાલથી ચૂંટણી લડે તેવા સમાચાર હતા.

કરીના કપૂર ખાનને કોંગ્રેસ ભોપાલ લોકસભા સીટથી ટિકિટ આપે તેવા સમાચાર છે. પાર્ટીનાં કેટલાક નેતાઓ આવુ ઇચ્છે છે અને આ વાત હાઈકમાન રાહુન ગાંધી સુધી પહોંચાડવામાં આવી છે. જો કે સલમાન ખાનનું આ વિશે હજુ સુધી કોઇ નિવેદન નથી આવ્યું. કરીનાનાં સસરા અને પૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડી કોગ્રેસ તરફથી ભોપાલથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. કરીનાએ પોતે લોકસભા ચૂંટણી લડશે તે વાતોનું ખંડન કર્યું હતુ.

Related posts

કોણ છે ‘મર્દાની-2’નો ખૂંખાર વિલન?

Nawanagar Time

જનતાની જીત: શહેરી વિસ્તારમાં હેલ્મેટ મુકિત

Nawanagar Time

પેટ્રોલના ભાવમાં થશે રૂપિયા ચારનો ઘટાડો

Nawanagar Time

Leave a Comment