Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસની કૂકરી ગાંડી

congressional-cookery-wad-in-jamnagar-lok-sabha-seat

હાર્દિક લડે તો કોઈ દાવેદાર નહીં, તે દાવો હવામાં ઓગળી ગયો 17 દાવેદારો મેદાને: પૂર્વ સાંસદ વિક્રમભાઈનું નામ પણ દાવેદારોની યાદીમાં

જામનગર:-લોકસભા સામાન્ય ચૂંટણી અને જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ  છે તેવા સમયે જ જામનગર કોંગે્રસમાં ઉમેદવારને લઈ કૂકરી ગાંડી થઈ છે. અગાઉ હાર્દિક પટેલ લોકસભા લડે તો અમે કોઈ લડવા નથી ઈચ્છતા તેવો રાગ આલાપનાર નેતાઓએ દાવેદારી નોંધાવી હોવાનું કોંગે્રસના સત્તાવાર સૂત્રોએ જણાવતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

એક તરફ ગુજરાતના રાજકારણમાં ધરતીકંપરૂપે કોંગે્રસના ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાઈ રહ્યા  તેવામાં બહારથી મજબૂત અને અંદરથી ખોખલી જણાતી કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણને કારણે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગે્રસને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં કોંગે્રસ સાથે જોડાયેલા પાટીદાર અનામન આંદોલનના પ્રણેતા લોકસભાની ચુંટણીમાં જામનગરની બેઠકના સંભવિત ઉમેદવાર તરીકે પાર્ટી અને મીડીયા સમક્ષ કોંગે્રસે રજૂ કર્યા બાદ શહેર પ્રમુખ દ્વારા  લોકસભાની બેઠક માટે હાર્દિક પટેલ સિવાય અન્ય 17 દાવેદારોની બાયોડેટા પક્ષના હાઇ કમાન્ડને સોંપાયો હોવાની સ્પષ્ટતાથી અચરજ ફેલાયું છે.

જામનગરની મુલાકાતે આવેલા હાર્દિક પટેલને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર-જિલ્લા સંગઠ્ઠન દ્વારા વેલકમ કરીને ધારાસભ્યોએ પણ તેને ટેકો જાહેર કર્યા બાદ હાર્દિકે પણ પોતે લડવા ઇચ્છુક હોય તેમ પાર્ટીના તમામ  પાસે સાથ-સહકાર અને એકતાની અપેક્ષા વ્યકત કરી હતી. શહેર કોંગે્રસ પ્રમુખ અને સંગઠ્ઠન મહામંત્રી દ્વારા આ બેઠક પર હાર્દિક એકલો જ નહીં પરંતુ સતાવાર રીતે આ બેઠક પર જિલ્લા પ્રમુખ જે.ટી. પટેલ, રાજવી પરિવારના આદિત્યસિંહ જાડેજા, ભીખુભાઇ વારોતરીયા, વશરામભાઇ રાઠોડ (જી.પં.ઉપપ્રમુખ), જેન્તીભાઇ દોંગા, જેન્તીભાઇ સભાયા, અશોકભાઇ લાલ, નાથાભાઇ ગાગલીયા,  ચિરાગભાઇ કાલરીયા, ધારાસભ્ય અને પુર્વ સાંસદ વિક્રમભાઇ માડમ (જેમણે પોતે લોકસભાની ચૂંટણી નથી લડવા માંગતા તેવી સ્પષ્ટતા અગાઉ અને હાર્દિકની ઉપસ્થિતિમાં પણ કરી હતી), હેમતભાઇ ખવા, જીવણભાઇ કુંભરવડીયા, પુજાબેન નકુમ, મુળુભાઇ કંડોરીયા, અરવિંદભાઇ ગજેરા, મેરામણભાઇ ગોરીયા, મીતલબેન ગોરીયાના નામો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ 12-જામનગર 2019ની લોકસભાની ચુંટણીના દાવેદારો  મુકાયા હોવાની અને તેઓ તમામનો બાયોડેટા પણ અપાયો હોવાનું જાહેર કર્યું છે.

જો કે, જામનગર લોકસભાની જેમ જ જામનગર ગ્રામ્ય બેઠક માટે પણ કોંગે્રસમાં નેતા એટલા દાવેદારોની સ્થિતિ વચ્ચે 35-35 આગેવાનોએ વિધાનસભા લડવા નિરીક્ષકો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે ત્યારે આગામી લોકસભા અને વિધાનસભા ટિકિટ કોને મળે છે  કોણ કોને મદદરૂપ બને છે? તે આવનારો સમય બતાવશે.

Related posts

સોલાર રૂફ ટોપ શહેરોમાં લાવ…લાવ…ગામડાંમાં ધોળું !

Nawanagar Time

જામનગરની જીવાદોરી સસોઈ, રણજીત સાગર ફરી છલકાયા

Nawanagar Time

તાજિયા ગેંગના ચાર સાગ્રીતોના જામીન ફગાવતી કોર્ટ

Nawanagar Time

Leave a Comment