Nawanagar Time
અમદાવાદ ગુજરાત

મોદીની હોમ પીચથી કોંગ્રેસનું એલાન-એ-જંગ

congresss-elan-e-jung-from-modis-home-peach

રાહુલ, સોનિયા, પ્રિયંકા, મનમોહનસિંહ, ચિદમ્બરમ્ સહિતના ટોંચના નેતાઓએ કારોબારીમાં ભાવિ રણનીતિ ઘડી,

પ8 વર્ષ બાદ પહેલી વખત ગુજરાતમાં કોંગ્રેસની કારોબારીની બેઠક મળી

અમદાવાદ:-એક તરફ ગુજરાતમાં કોંગી ધારાસભ્યો  તરફ ખેંચાયા છે ત્યારે બીજી તરફ આજે પ8 વર્ષ બાદ એટલે કે 1961 પછી સૌ પહેલીવાર આજે અહીં કોંગ્રેસની કારોબારીની મહત્વની બેઠક મળી છે. આ કારોબારીમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી સહિત ટોચના નેતાઓ આવ્યા છે. કારોબારીમાં રાજકીય,  સહિતની બાબતોના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા અડાલજ ત્રિમંદિર ખાતે જનસંકલ્પ મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ છે અને એ સાથે જ કોંગ્રેસે  મોદીની હોમ પીચ એવા ગુજરાતના આંગણેથી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ વિરૂદ્ધ એલાને જંગનો પ્રારંભ કર્યો છે અર્થાત ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકયુ છે.

આજે  કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર હોવાથી કારોબારી અને રેલી ઐતિહાસિક બની છે. કોંગ્રેસે આજે ખેડૂતોની દેવામાફી, યુવાનોને રોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, રાફેલ, આતંકવાદને ડામવામાં નિષ્ફળતા સહિતના મુદ્દાઓને વખોડી મોદી સરકારની કામગીરીના લેખાજોખા સાથે હિસાબ માંગી ભાજપને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો.

આજે સવારે અમદાવાદમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, પી. ચિદમ્બરમ્  દિગ્ગજ નેતાઓનું આગમન થયુ હતુ અને બાદમાં તેઓ સાબરમતિ આશ્રમમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો. ત્યાર પછી શાહીબાગ સ્થિત શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી.

congresss-elan-e-jung-from-modis-home-peach
congresss-elan-e-jung-from-modis-home-peach

બાદમા સરદાર સ્મારક ખાતે કારોબારીની બેઠક શરૂ થઈ હતી. જેમા પક્ષના ટોચના 52 જેટલા નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક કોંગ્રેસ પક્ષની સૌથી  બેઠક છે. છેલ્લે મહારાષ્ટ્રના વર્ધામાં કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ કારોબારીની બેઠક યોજાઈ હતી પરંતુ પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખી તે મુલત્વી રખાઈ હતી.

આજની કારોબારીમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી ઉપરાંત કારોબારીના સભ્યો જેમ કે અહેમદ પટેલ, મોતીલાલ વોરા, હરિશ રાવત, ચિદમ્બરમ, અંબીકા સોની,  આઝાદ, ખડગે, શીલા દિક્ષિત, કુમારી શૈલજા, કપીલ સિબ્બલ, આનંદ શર્મા, પ્રિયંકા ચતુર્વેદી વગેરે સહિત 52 નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

કારોબારી બાદ બપોરે અડાલજના ત્રિમંદિર ખાતે જનસંપર્ક રેલી યોજાઈ રહી છે. જેમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા, મનમોહન વગેરે ભાગ લેશે અને સરકાર વિરૂદ્ધ પ્રચાર યુદ્ધનો પ્રારંભ કરશે. કોંગ્રેસ કારોબારી અને  રેલીને લઈને કોંગ્રેસના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસે પોતાની તમામ તાકાત કામે લગાડી હતી. આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. જેમાં પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસને ખેસ પહેર્યો હતો.

congresss-elan-e-jung-from-modis-home-peach
congresss-elan-e-jung-from-modis-home-peach

રાહુલની એન્ટ્રી સમયે જ રાપરના ધારાસભ્ય ભાજપમાં

ગુજરાતમાં આજે કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક યોજાઈ છે અને કોંગ્રેસ  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવ્યા છે. ત્યારે એક વધુ ખરાબ સમાચાર કોંગ્રેસ માટે આવ્યા છે. કોંગ્રેસનાં રાપરનાં ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું છે. રાપરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન એરઠીયાએ રાજીનામુ આપતા કોંગ્રેસને વધુ એક ઝાટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રસનો સાથે અને હાથ છોડવાનું  પછી એક ચાલુ જ છે. આ પહેલા આશા પટેલ, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પરસોત્તમ સાબપિયા, વલ્લભ ધારવિયા જેવા નેતાઓએ કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે. તો ભગા બારડનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.

પ્રિયંકા ગાંધી કાર્યકરો સાથે બેઠાં

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને  વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અમદાવાદ આવ્યાં છે.નઅમદાવાદ સાબરમતી આશ્રમમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે નહિ પરંતુ પ્રિયંકા ગાંધી કાર્યકરો વચ્ચે બેઠા હતા પ્રાર્થના સભામાં મુખ્ય ડેશ પર ન બેઠા પ્રિયંકા વાડ્રા. તેઓ સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને રાહુલ ગાંધી સાથે ડેશ પર ના બેસીને અલગ બેઠેલા જોવા મળ્યા હતા

Related posts

લોકડાઉનમાં હોમગાર્ડ જવાનો ગયા ફાટીને ધૂમાડે ! વ્યાપક ફરિયાદ

Nawanagar Time

ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ઘટ્યું, સરકાર ચિંતામાં થયો વધારો

Nawanagar Time

ચેક પોસ્ટનું સ્થાન લેશે સરકારની ડિજિટલ ચેકિંગ પોસ્ટ!, આ રીતે થશે વાહનોનું ચેકિંગ

Nawanagar Time

Leave a Comment