Nawanagar Time
ગુજરાત

ભાજપની ‘પથારી’ ફેરવવા કોંગ્રેસની ‘ખાટલા’ બેઠક

congresss-khatla-seat-to-turn-bjps-beds

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ દોડતી તમામ તાલુકામાં રાત્રિબેઠકોનો ધમધમાટ

કાલાવડ:-લોકસભા ચૂંટણી નજીક આવતાં જ જામનગર જિલ્લામાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. ખાસ કરીને ગ્રામ્ય મતદારોને અંકે કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા રાત્રિના સમયે ખાટલા બેઠક યોજી ભાજપ સરકારની પથારી ફેરવવા ખેલ શરૂ કરી દીધો છે.

આગામી લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇ કાલાવડ તાલુકા સહિત જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં લોકસંપર્ક કરી ખાટલા બેઠકો યોજતા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે.ટી. પટેલ, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા તથા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ માધાણી સહિત કોંગ્રેસના આગેવાનો ગામડાઓ ધમરોળી રહ્યા છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા, જાલણસર, જામવાડી, મોટી વાવડી, હકુમતી સરવાણીયા, ધુનધોરાજી, નવાગામ, ઉમરાળા, બામણગામ, ખરેડી, પીપર સહિતના ગામડાઓમાં લોક સંપર્ક કરી ખાટલા બેઠકો યોજી આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કમર કસવા આહવાન કરી રહ્યા હતા. તેમજ ગત તા.4ના રોજ સાંજના પાંચ વાગ્યે સિક્કા શહેરમાં આમ જનતાના લોકહિતના પ્રશ્ર્નોને વાચા આપવા તેમજ તે વિસ્તારના લોકોને વધુમાં વધુ લાભ અને સુવિધાઓ ગળે જે માટે લોકહિતના કાર્યાલયના માઘ્યમથી તેમના પ્રશ્ર્નોના ઉકેલ આપી શકે તેવા ઉમદા હેતુથી કોંગ્રેસ કાર્યાલયની સિક્કા શહેરમાં સ્થાપના કરવામાં આવી તેમજ સિક્કા શહેરમાં કોંગ્રેસ સમિતિની પ્રથમ કારોબારી પણ રાખવામાં આવેલ હતી.

congresss-khatla-seat-to-turn-bjps-beds
congresss-khatla-seat-to-turn-bjps-beds

 

આ તમામ ગામોમાં લોકસંપર્ક તેમજ ખાટલા બેઠકોના કાર્યક્રમો દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ માધાણીની આગેવાની હેઠળ કાલાવડના કોંગ્રેસ અગ્રણી ધીરૂભાઇ પાનસુરીયા, જયંતીભાઇ સભાયા, મોહનભાઇ સભાયા, ઓધાભાઇ આંબલીયા, બાલુભાઇ વાગડીયા, વસંતભાઇ ગીણોપા, સહિતના કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આ કાર્યક્રમોનો ગામે-ગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલે જણાવ્યું હતું.

Related posts

ચાંદો ઉગ્યો ચોકમાં… લોકગીતોનો આસ્વાદ કરાવતો ગ્રંથ

Nawanagar Time

ચૂંટણી ટાણે જ ભાણવડ પાલિકાના કારોબારી ચેરમેનનું રાજીનામું

Nawanagar Time

રાજ્યમાં એન્જિનિયરિંગની 60,000થી વધારે બેઠક ખાલી

Nawanagar Time

Leave a Comment