Nawanagar Time
નેશનલ

ગુજરાતમાં કોંગ્રેસના મુરતિયા ફાઈનલ

congresss-muratia-final-in-gujarat

12મીએ કોંગ્રેસની કારોબારી બાદ અંતિમ લિસ્ટ જાહેર થશે

નવીદિલ્હી:-લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે બુધવારે કોંગ્રેસની સ્કીનિંગ કમિટિની  મળી હતી, જેમાં કેટલાક ઉમેદવારોના નામ ફાઇનલ થયાં હોવાનું સામે આવ્યું છે, તો ઉમેદવારોની નામ બહાર આવતાં કોંગ્રેસમાં જૂથવાદ પણ સપાટી પર આવ્યો છે.

સ્કીનિંગ કમિટિની બેઠક બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે પત્રકારો સાથે વાતચિત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ પડાવમાં છે.  સમય પહેલા પ્રદેશ સિલેકશનની બેઠક મળી હતી, જેમાં બ્લોક, તાલુકા, જિલ્લા પ્રદેશના નેતાઓ સાથે ચર્ચાઓ થઇ હતી. ત્યારબાદ ઉમેદવારોની અંતિમ સૂચી તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ સ્કીનિંગ કમિટિની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી છે. હવે આગામી 12 તારીખે CWC ગુજરાતમાં કરવાનું નક્કી કર્યું છે. આ CWCની બેઠક બાદ ઉમેદવારોનું  લિસ્ટ બહાર પાડવામાં આવશે.

રાજીવ સાતવે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસની સ્કીનિંગમાં 26 લોકસભા સિટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ 26 ઉમેદવારોના નામ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ લિસ્ટમાં મોટાભાગે એક એક ઉમેદવારની દાવેદારી નક્કી કરવામાં આવ્યી છે. તો 3-4 સીટ પર હાલ બે-બે ઉમેદવાર  કરવામાં આવ્યા છે.

કોંગ્રેસની પ્રથમ લોકસભા ચૂંટણીના ઉમેદવારોના લિસ્ટની વાત કરીએ તો હાલ કોંગ્રેસ (એસસી) જિગ્નેશ મેવાણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે, જો આ વાતનો સ્થાનિક કક્ષાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Related posts

દેશભરની સરકારી બેંકો 31 માર્ચ રવિવારે ખુલી રહેશે

Nawanagar Time

જુનિયર ગોલ્ફરે એક કામ કર્યુ કે પ્રધાનમંત્રીએ પણ માન્યો આભાર

Nawanagar Time

ફૈઝાબાદથી અયોધ્યા સુધી પ્રિયંકાનો ભવ્ય રોડ શો

Nawanagar Time

Leave a Comment