Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્ય બેઠક માટે કોંગ્રેસની સેન્સ

congresss-sense-for-jamnagar-rural-seat

ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ચંદ્રિકાબેન ચુડાસમા અને જસવંતસિંહ ભટ્ટી દાવેદારોને સાંભળશે.

77- જામનગર ગ્રામ્ય બેઠક માટે પાંચથી વધુ દાવેદારો: લઘુમતી સમાજ અથવા પાટીદાર ઉમેદવાર પસંદ કરાય તેવી શક્યતા

જામનગર:  જામનગર લોકસભા બેઠક અને 77- જામનગર ગ્રામ્ય બેઠક માટે કોંગ્રેસ  સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં લોકસભા માટે હાર્દિક પટેલનું નામ ચર્ચામાં હોય કોંગ્રેસમાં અદભૂત એકતા વચ્ચે લોકસભા માટે હાર્દિક હોય તો સ્વૈચ્છિકરીતે કોઈને પણ દાવેદારી કરવી ન હોવાનો સૂર ઉઠ્યો હતો તો 77- ગ્રામ્ય લડવા કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખ ઉપરાંત અન્ય ચાર દાવેદારો મેદાને આવ્યા હોવાનું જાણવા મળ્યું  જો કે, કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા લઘુમતી અથવા તો પાટીદાર ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

જામનગર લોકસભા બેઠક અને જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સ લેવામાં આવી છે જેમાં મોરબી – માળીયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ચંદ્રિકાબેન ચુડાસમા અને જસવંતસિંહ  બન્ને બેઠકો માટે બે કલાકથી વધુ સમય સુધી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મેરેથોન મિટિંગ યોજી દાવેદારોને અને કાર્યકર્તાઓને સાંભળ્યા હતા.

જામનગર ખાતે પ્રદેશ નેતાગીરીના આદેશથી મોરબી – માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ચંદ્રિકાબેન ચુડાસમા અને જશવંતસિંહ ભટ્ટીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરતા જામનગર ગ્રામ્ય બેઠક માટે જિલ્લા પ્રમુખ જે.ટી.પટેલ, શહેર  ગિરીશ અમેથિયા, જયંતિભાઇ સભાયા, જીવણભાઇ કુંભારવાડિયા, કાસમભાઈ ખફી અને યુસૂફભાઈ ખફીના નામ સંભવિત ઉમેદવાર તરીકે સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં 77 – જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી કોંગ્રેસના વલ્લભભાઈ ધારવિયા ચૂંટાઈ આવ્યા હતા ને તેઓએ મૂળ કોંગ્રેસના અને હાલ ભાજપમાં જોડાયેલ રાઘવજીભાઈ પટેલને હરાવ્યા હતા, જામનગર ગ્રામ્યની બેઠકમાં લઘુમતી મતદારોનું પ્રભુત્ત્વ જોતાં કોંગ્રેસ નેતાગીરી ટિકિટ માટે દાવેદારી કરનાર કોંગ્રેસના વફાદાર સૈનિક એવા કાસમભાઈ ખફીને ઉમેદવાર તરીકે પસંદ કરી જામનગર ગ્રામ્ય બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ હોવાની શકયતા પણ જોવાઇ રહી છે.

જામનગર ખાતે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં  મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડયાં હતાં અને પોત-પોતાના નેતાને ટિકિટ મળે તે માટે કોંગ્રેસ નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. જામનગર ગ્રામ્ય બેઠક લડવા કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટતા ઘડી-બે-ઘડી માટે નિરીક્ષકો પણ આશ્ર્ચર્યચકિત બન્યાં હતાં અને હાલ તો સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી ઉમેદવારની આખરી પસંદગી માટે કેન્દ્રિય નેતાગીરીને  રિપોર્ટ મોકલવા તજવીજ હાથ ધરી હતી.

હાર્દિક લોકસભા લડે તો કોઈ દાવેદાર નહીં

No contestant in the hardik of the Lok Sabha contest
No contestant in the hardik of the Lok Sabha contest

જામનગર લોકસભા બેઠકમાં ઉમેદવાર પસંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં હાર્દિક પટેલ છવાયેલો રહ્યો હતો, જામનગર શહેર જિલ્લામાંથી આવેલા કોંગ્રેસના દિગજ્જ નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ લોકસભા બેઠક ઉપરથી જો હાર્દિક પટેલ ઝૂકાવે  કોઈ જ દાવેદાર ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જો હાર્દિક જામનગર લોકસભા બેઠક ઉપરથી ન લડે તો હેમંતભાઈ ખવા, મૂળુભાઇ કંડોરિયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ બેઠક માટે દાવેદાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Related posts

સચાણા, મોટા થાવરિયા અને લાલપુરના પડાણામાં કોન્ટેન્ટમેન વિસ્તાર જાહેર કરાયા

Nawanagar Time

શેઠવડાળા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

Nawanagar Time

સાવચેતી એ સુરક્ષા, સ્વાઇન ફલૂના વધુ ત્રણ પોઝિટિવ કેસ..

Nawanagar Time

Leave a Comment