Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં કરાર આધારીત કર્મચારીઓની હડતાળ સમેટાઇ

contractual-employees-strike-in-khambadiya-ended

જિલ્લા ભાજપ પ્રમુખે પ્રશ્ર્નોના નિરાકરણની ખાતરી આપતાં હડતાળનો અંત

ખંભાળિયા:-દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના કરાર આધારીત કર્મચારીઓ દ્વારા તેઓની માંગણીના અનુસંધાને હાથ ધરવામાં આવેલું હડતાળ આંદોલન આગેવાનોની સમજાવટ બાદ સમેટાઇ ગયું છે.

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીઆરડીએ વિભાગના કરાર આધારીત આશરે એકસોથી વધુ કર્મચારીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે અવારનવાર સંબંધિત તંત્રને રજૂઆતો કરાઇ હતી. કામ મુજબ વેતન, પગાર વધારો, નોકરીની સુરક્ષા  પાંચ પડતર માંગણીઓના અનુસંધાને જિલ્લાના તમામ કરાર આધારીત કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામીને અહીંની જિલ્લા કલેકટર કચેરી નજીક છાવણી નાખીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આના અનુસંધાને આવેદનપત્રો તથા રજૂઆતો બાદ બુધવારે અહીંના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડાએ હડતાળગ્રસ્ત કર્મચારીઓની છાવણીની મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દે ચર્ચાઓ  સમજાવટ બાદ આગામી સમયમાં ઉચ્ચકક્ષાએ પ્રશ્ર્નોની રજૂઆતો કરી, તેના નિકાલની ખાતરી અપાતાં હડતાળ સમેટાઇ હતી.

contractual-employees-strike-in-khambadiya-ended
contractual-employees-strike-in-khambadiya-ended
contractual-employees-strike-in-khambadiya-ended
contractual-employees-strike-in-khambadiya-ended

Related posts

દ્વારકામાં હેલ્મેટ વિતરણ કરતી પોલીસ

Nawanagar Time

3 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ટેણિયાને મળ્યું મેડિકલ કોલેજમાં એડમિશન

Nawanagar Time

ઓટો સેક્ટર બાદ મસાલા માર્કેટમાં પણ મંદી, વેચાણ ઘટતા તહેવારોનો રંગ ઓસર્યો

Nawanagar Time

Leave a Comment