Nawanagar Time
જામનગર

જામનગરમાં કોરોના વિસ્ફોટ: એક સાથે નવ પૉઝિટીવ

જામનગર: જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ વચ્ચે રવિવારે સાંજે એક પૉઝિટીવ કેસ જાહેર થયાં બાદ મોડી રાત્રે આઠ લોકો કોરોના પૉઝિટીવ જાહેર થતાં જિલ્લા વહિવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ નવ કેસ પૈકી ચાર દર્દી આયાતી છે જ્યારે ચાર લોકોને લૉકલ સંક્રમણથી ચેપ વળગ્યાની દહેશત સેવાઈ રહી છે.

જામનગર જીજી હૉસ્પિટલમાં ગઈકાલે લેવામાં આવેલાં સૅમ્પલો પૈકી રાત્રીના આઠે’ક વાગ્યે હર્ષદ મીલની ચાલ વિસ્તારમાં રહેતાં અને મૅડિકલ સ્ટોરમાં નોકરી કરતાં યુવાનને કોરોના પૉઝિટીવ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોડી રાત્રે અન્ય આઠ દર્દીઓના રિપોર્ટ પૉઝિટીવ આવ્યાં હતાં. જેમાં સચાણા રહેતા મહિલાનો પણ સમાવેશ થાય છે.

નોંધનિય છે કે, મોડી રાત્રે પૉઝિટીવ આવેલાં સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ મહારાષ્ટ્રથી આવ્યા હોવાનું અને એક દર્દી અમદાવાદથી આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જો કે, અન્ય પાંચ દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય લૉકલ સંક્રમણના કારણે કોરોના વળગ્યાનું મનાઈ રહ્યું છે. હાલમાં જામનગર જિલ્લામાં કોરોના પૉઝિટીવ દર્દીઓનો આંક 85 ઉપર પહોંચતાં તંત્રની ચિંતા વધી છે.

કમિશ્ર્નર-કલેકટર, ડીડીઓની તાકિદની બેઠક
રવિવારે રાત્રીના જામનગરમાં એક સાથે નવ કોરોના પૉઝિટીવ કેસ આવતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે અને આ મામલે આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિશ્ર્નર, ડીડીઓ, મૅડિકલ કૉલેજના ડીન, જીજી હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓની તાકિદની બેઠક યોજાઈ છે.

Related posts

ચોમાસું ઢૂકડું: ખેડૂતોને બિયારણના ફાંફા

Nawanagar Time

જામનગરમાં મોદી સ્કૂલે સરકારના આદેશને ફગાવી100 ટકા ફી વસૂલતાં કોંગ્રેસ મેદાને

Nawanagar Time

ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 30% અભ્યાસક્રમ ઘટાડાનો તમામ વિદ્યાર્થીઓને મળશે લાભ

Nawanagar Time