Nawanagar Time
ગુજરાત જામનગર

શૌચાલય કૌભાંડ અંગે નગરસેવકની ચિમકી

corporators-threat-to-toilet-scandal

જામનગરમાં બનેલા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયું હોવાની નગરસેવકની રજૂઆતમાં કોઈ પગલાં ન લેવાતા દેવશી આહિરે આપી ઉપવાસ આંદોલનની ચીમકી

જામનગર:-મનગર શહેરમાં બનેલા શૌચાલયમાં મસમોટા ભ્રષ્ટાચાર થયા હોવાની રજૂઆત કોંગી કોર્પોરેટરે મનપાની સામાન્ય સભામાં કરતાં મેયરે આ રજૂઆતને ઉડાડી નાખી હજુ સુધી કોઈ પગલાં ન  કોંગ્રેસ સમિતિ લોકોના હિતમાં શાસકો સામે લડી લેવાના મૂડમાં આવી છે. આગામી 20 થી 25 દિવસમાં જો કોન્ટ્રાકટર અને અધિકારીઓ ઉપર પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી દેવશી આહિરે ઉચ્ચારી છે.

જામનગર મહાનગર પાલિકાએ શહેરમાં 16000 જેટલા શૌચાલયો બનાવી આપ્યા છે. વર્ષ 2014 થી 2016 સુધી  આવેલા શૌચાલયમાં મોટું ભ્રષ્ટાચાર થયું હોવાનું નગરસેવક દેવશી આહિરે પુરાવા સાથે સામાન્ય સભામાં રજૂ કર્યું હતું. રજૂઆતમાં એક શૌચાલયમાં કોન્ટ્રાકટરને 12 હજાર જેટલી રકમ ફાળવવામાં આવી છે. છતાં પણ વોર્ડ નંબર 1 અને 6 સહિત શહેરમાં બનાવેલ શૌચાલયમાં સેફટીઓ જ નથી, પાણીની ટાંકીઓ નથી, અડધા શૌચાલયો તો પડી ગયા  એક સંસ્થાને બે-બે વાર પૈસા ચૂકવવામાં આવ્યા છે ત્યારે કોન્ટ્રાકટરના કામ પછી અધિકારીઓએ સર્વે કર્યું જ ન હોય તેમ માત્ર બિલો પાસ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસનાં નગરસેવક દેવશી આહિરે મનપાની સામાન્ય સભામાં પુરાવા સાથે રજૂઆત કરતાં મેયરે તેમની વાત ઉડાડી હોવાનું કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે, અને હજુ સુધી  કે અધિકારીઓ સામે તપાસ પણ બેસાડવામાં આવી નથી. આગામી દિવસોમાં લોકોના હિતમાં વિપક્ષી નેતા સહિત કોંગ્રેસ સમિતિ ને સાથે રાખી આંદોલન છેડવાની રણનીતિ ઘડવામાં આવશે.  25 દિવસ સુધી કોન્ટ્રાકટર કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો એક દિવસના ઉપવાસ આંદોલન પર બેસી વિરોધ નોંધાવશે.

Related posts

જામનગરમાં સાદગીથી ઇદ-ઉલ-અઝહા ઉજવણી

Nawanagar Time

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભીડ

Nawanagar Time

જામનગરમાં આજથી જીમ અનલૉક

Nawanagar Time

Leave a Comment